કોરોના મહામારી પછી દુનિયા પર બીજી મોટી મહામારીનો ખતરો મંડરાવા લાગ્યો છે અને આખી દુનિયા સાવધાન થઈ જાય અને મંકીપોક્સના સંક્રમણને રોકવા માટે એલર્ટ મોડમાં આવી જાય તે માટે WHOએ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. ભારત સહિત દુનિયાના અલગ અલગ દેશોમાં મંકીપોક્સનું સંક્રમણ વધતાં WHOએ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. જી હા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મંકીપોક્સનો રોગચાળો વકરતાં ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે.
ભારતમાં છેલ્લા 8 દિવસમાં મંકીપોક્સના 3 કેસ નોંધાઈ ચૂક્યા છે અને આ ત્રણેય કેસ કેરળમાં નોંધાયા છે. ભારત માટે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે કોરોના વાયરસ પણ કેરળમાંથી ભારતમાં પ્રવેશ્યો હતો અને મંકીપોક્સના 3 કેસ પણ કેરળમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં દુનિયાના 80 દેશોમાં 16 હજાર 886 થી વધારે કેસ મંકીપોક્સના નોંધાયા છે અને સૌથી મોટી ચિંતાની વાત એ છે કે મંકીપોક્સ નામનો રોગ બાળકોને ઝપટમાં લઈ રહ્યો છે.
એકબીજાના સંપર્કમાં આવવાથી મંકીપોક્સનું સંક્રમણ વધારે ફેલાય છે અને દુનિયાને હવે કોરોના મહામારી પછી મંકીપોક્સથી ડરવું પડે તેવી સ્થિતિ તરફ આગળ વધી રહી છે આ બીમારી.દુનિયાના 60 થી વધુ દેશોમાં મંકીપોક્સ વાયરસ ફેલાઈ ચુક્યો છે. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ બીમારીને લઇને મોટી જાહેરાત કરી છે.WHO એ કહ્યું કે મંકીપોક્સનું જોખમ વૈશ્વિક સ્તર પર જોવા મળ્યું છે. યુરોપીયન દેશોમાં આ ઘાતક વાયરસનું જોખમ સૌથી વધારે છે. હાલના સમયને જોતા તે કહેવું ખોટું નથી કે આગામી સમયમાં ઇન્ટરનેશનલ પ્રસારનું એક સ્પષ્ટ જોખમ છે.
જોકે, ઇન્ટરનેશનલ ટ્રાફિકમાં હસ્તક્ષેપનું જોખમ હાલ ઓછું છે. તમામ જોખમોને જોતા WHO એ મંકીપોક્સને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે.WHO ના મહાનિર્દેશક ટેડ્રોસ એધાનમ ઘેબ્રેયસસે શનિવારે જણાવ્યું હતું કે,ઝડપથી ફેલાતો મંકીપોક્સનો પ્રકોપ વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટીને પ્રતિબિંબિત કરે છે.વૈશ્વિક આરોગ્ય કટોકટીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સર્વોચ્ચ સ્તરની ચેતવણી છે. ટ્રેડ઼ોસે કહ્યું કે, હવે મંકીપોક્સ માટે આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાની જરૂરિયાત છે. આ સાથે રસી અને આ સારવારની વહેંચણીમાં સહકાર આપવા માટે ભંડોળ અને વૈશ્વિક પ્રયાસોની જરૂર છે.
જીનીવામાં એક મીડિયા બ્રીફિંગ દરમિયાન સ્વાસ્થ્ય ઇમરજન્સી જાહેર કરવાના તેમના નિર્ણયની જાહેરાત કરી છે. ટેડ્રોસે પુષ્ટિ કરી કે સમિતિ સર્વસંમતિ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં 60 થી વધુ દેશ મંકીપોક્સના 16,000 થી વધુ કેસ સામે આવ્યા છે અને આફ્રિકામાં આ બીમારીના કારણે 5 લોકોના મોત પણ થયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500