મોરબી દૂર્ઘટના બાદ હાઈકોર્ટ દ્વારા રાજ્યના તમામ પુલોના ઈન્સ્પેક્શનની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ બ્રિજના ઈન્સ્પેક્શનની કામગિરી શરુ કરવામાં આવી છે. ક્ષતિગ્રસ બ્રિજ છે તે રીપેર કરવા જેવા હશે તેને બંધ કરવામાં આવશે. આ પ્રકારના બ્રિજને બંધ કરાવી તેનું સમારકામ કરવામાં આવશે.
મોરબીની દૂર્ધટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે ત્યારે રાજ્યના પુલોના ઈન્સ્પેશનની કામગિરી યુદ્ધના ઘોરણ શરુ કરાઈ છે. જે રીતે મોરબી કેબલ બ્રિજ તૂટી જતા 135થી વધુ લોકોના મોત થયા હતા ત્યાર બાદ આ કામગિરીને લઈને મહત્વનો આદેશ પણ કરવામાં આવશે. ત્યારે રીપેરીંગ માંગે તેવા પુલ બંધ કરવામાં આવશે. રાજ્યના તમામ બ્રિજ જાહેર ઉપયોગ માટે ફીટ છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે જ્યાં જરુર હોય ત્યાં તમામ કામગિરી પૂર્ણ કરવામાં આવે તેમ અગાઉ કોર્ટે આદેશ કર્યો હતો.
આ ઉપરાંત બ્રિજ ફિટ છે કે કેમ તેના સર્ટિફિટેક રજૂ કરવામાં આવશે. મોરબી દૂર્ઘટનામાં 136 લોકોના મૃત્યુ થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ મોટી બેદરકારી બાદ રાજ્યમાં બ્રિજનું ઈન્સ્પેક્શન આ પ્રકારની દૂર્ઘટના બીજીવાર ના બને તેને લઈને કરવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં એક તરફ બ્રિજની સંખ્યા વધી રહી છે ત્યારે ઘણા જૂના બ્રિજ પણ છે ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકોની અવર જવર પણ થતી હોય છે ત્યારે બ્રિજની કામગિરી બાદ તેમાં રેગ્યુલર ઈન્સ્પેક્શન પણ થવું જરુરી છે. જ્યાં ક્ષતિ જણાય ત્યાં ઝડપી કામગિરી આરંભી ફરીથી બ્રિજને મજબૂત બનાવવા માટે સમારકામ કરવું પણ જરૂરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500