Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિવાળીના તહેવાર બાદ કોરોનાએ માથું ઊંચક્યું : તાપી જિલ્લાના વાલોડમાં કોરોના પોઝીટીવનો એક કેસ નોંધાયો

  • November 11, 2021 

દિવાળીના તહેવારોમાં માસ્ક વિના બિન્દાસ્ત ફરવું અને શોશિયલ ડીસ્ટન્સ વિનાની ભીડ ભારે પડી છે,તાપી જિલ્લાના વાલોડમાં આજરોજ એક વૃધ્ધાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું છે. તેમછતાં કેટલાક લોકો માસ્ક અને સોશિયલ ડીસ્ટનસ વિના બિન્દાસ્ત હરતા ફરતા જોવા મળી રહ્યા છે, તે એક ચિંતાનો વિષય બન્યો છે.

 

 

 

 

 

વાલોડના અંબાજી શેરી ફળીયામાં રહેતી ૬૯ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ

જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.૧૧મી નવેમ્બર નારોજ જિલ્લાના વાલોડના અંબાજી શેરી ફળીયામાં રહેતી ૬૯ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે, આ સાથે જિલ્લામાં કોરોના દર્દીઓના કુલ ૩૮૯૬ કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ ૩૭૬૫ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે.જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૩ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૭ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૧૩૦ દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે. હાલ એકજ કેસ એક્ટિવ છે.

 

 

 

 

કોરોના પોઝીટીવ દર્દીના ક્યાં કેટલા કેસો નોંધાયા ??
  1. વાલોડ તાલુકો – કુલ ૭૯૫ કેસો
  2. વ્યારા અને ડોલવણ તાલુકો – કુલ ૧૫૯૪ કેસો
  3. સોનગઢ તાલુકો – કુલ ૯૪૫ કેસો
  4. ઉચ્છલ તાલુકો – કુલ ૨૧૬ કેસો
  5. નિઝર અને કુકરમુંડા તાલુકો – કુલ ૩૪૬ કેસો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application