વિવિધ રાજ્યોમાંથી મોંઘાદાટ આઇ-ફોન તથા એન્ડ્રોઇડ મોબાઇલ ચોર્યા બાદ સોફ્ટવેરની મદદથી તેમાંના ડૅટા અને આઇક્લાઉડ એકાઉન્ટ ડિલિટ કરી તેને વેચનારી ટોળકીના ત્રણ સભ્યને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા.
અંધેરીથી પકડાયેલા આરોપીઓ પાસેથી 70 મોબાઇલ, હાર્ડડિસ્ક સહિત રૂ. 9.13 લાખની મતા જપ્ત કરાઇ હતી. ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-12 ના ઇન્ચાર્જ મહેશ તાવડેના નેતૃત્વ હેઠળની ટીમે પકડી પાડેલા આરોપીની ઓળખ આસિફ અબ્દુલ ધોડિયા, તારીક જહાંગીર શેખ અને રઇસ ખલિયાની તરીકે થઇ હતી. ત્રણેય હાલ પોલીસ કસ્ટડીમાં છે.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને માહિતી મળી હતી કે મોંઘાદાટ મોબાઇલ ચોરીને તેના ડેટા તેમ જ આઇક્લાઉડ એકાઉન્ટ સોફ્ટવેરની મદદથી ડિલિટ કર્યા બાદ તેને વેચનારી ટોળકી મુંબઈમાં સક્રિય છે. આથી આરોપીઓ વિશે માહિતી મેળવવાનું પોલીસે શરૂ કર્યું હતું અને બાદમાં મળેલી માહિતીને આધારે અંધેરી પશ્ર્ચિમમાં બોની પ્લાઝા શોપિંગ સેન્ટર ખાતે છટકું ગોઠવીને શોપના માલિક સહિત ત્રણ જણને તાબામાં લેવાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500