ગાંધીનગર શહેર નજીક સરગાસણમાં રહેતી અને અમદાવાદની ખાનગી કંપનીમાં કામ કરતી યુવતીને લીવ ઇનમાં રહેવું મોંઘું પડયું છે. તેના પ્રેમીએ વિશ્વાસ કેળવીને ક્રેડિટ કાર્ડ થકી 6 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને યુવતી સાથે સંબંધ કાપી નાખ્યો હતો. જેના પગલે હાલ અડાલજ પોલીસે આ યુવાન સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે મથામણ શરૂ કરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા સરગાસણમાં રહેતી યુવતી અમદાવાદ ખાતે ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે અને આ કંપનીમાં અવારનવાર મેન પાવરનો વ્યવસાય કરતો યુવાન આવતો જતો હતો. જેના કારણે આ યુવતીને તેની સાથે પરિચય થયા બાદ એકબીજાના પ્રેમમાં પડયા હતા.
આ યુવતી યુવાન સાથે લીવ ઇનમાં પણ રહેવા લાગી હતી. આ દરમિયાન યુવાને તેની પાસે રહેલા ક્રેડિટ કાર્ડ મારફતે 6 લાખ ઉપરાંત રકમ ઉપાડી લીધી હતી. ત્યારબાદ યુવતીને આ અંગે જાણ થતા તેણે યુવાન પાસે રૂપિયાની માગણી કરી હતી અને તેને રૂપિયા પરત આપી દેવાની વાત કરી હતી પરંતુ રૂપિયા પરત આપ્યા ન હતા. જેના પગલે યુવાને ધીરે ધીરે આ યુવતી સાથે સંબંધ ઓછો કરી દીધો હતો અને તેણીને તરછોડી પરિવાર સાથે રહેવા માટે જતો રહ્યો હતો. જેથી યુવતીને છેતરાયાનો અહેસાસ થયો હતો અને આ અંગે અડાલજ પોલીસ મથકમાં આ યુવાન મનસુખપુરી પ્રેમપુરી ગોસ્વામી ઉર્ફે મુકેશ ગોસ્વામી સામે બળાત્કાર અને શારીરિક શોષણની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને યુવાનની ધરપકડ માટે મથામણ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application