વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત ભારત અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતના અનુસંધાને મહત્વ પૂર્ણ બની સાબિત થઇ છે. ગુજરાતને લઇ બે મહત્વપૂર્ણ વાતો બહાર નીકળીને આવે છે એક તો અમદાવાદમાં નવું વાણીજ્ય દૂતાવાસ શરૂ થવા જઈ રહ્યું છે અને બીજું ગૂગલ તેનું વૈશ્વિક ફિનટેક ઓપરેશન સેન્ટર ગુજરાતમાં ખોલશે. ગૂગલનાં સી.ઈ.ઓ. સુંદર પિચાઈએ ગતરોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ જાહેરાત કરી હતી. તેમણે મોદી સરકારના મુખ્ય અભિયાન 'ડિજિટલ ઈન્ડિયા' માટે વડાપ્રધાનના વિઝનની પણ પ્રશંસા કરી.
જયારે સુંદર પિચાઈએ કહ્યું કે, વડાપ્રધાન મોદીને તેમની યુએસની ઐતિહાસિક મુલાકાત દરમિયાન મળવું સન્માનની વાત છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, Google ભારતનાં ડિજિટાઇઝેશન ફંડમાં $10 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે. સાથે જ ગુજરાતમાં ફિનટેક ઓપરેશન સેન્ટર ખુલવા જઈ રહ્યું છે. આ ઉપરાંત ગૂગલના સી.ઈ.ઓ.એ કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયા માટે વડાપ્રધાન મોદીનું વિઝન ખૂબ પ્રશંસાભર્યું કામ છે અને હવે હું તેને અન્ય દેશો માટે હું તેને બ્લૂ પ્રિન્ટ તરીકે જોઉં છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application