લોન્ચ બાદ ચંદ્રયાન-3એ અંતરિક્ષમાં ત્રીજો પડાવ પાર કરી લીધો છે. તેણે બીજું ઓર્બિટ-રેજિંગ મેન્યૂવર સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ISROએ આજરોજ બપોરે આ અપડેટ આપી હતી. ISRO અનુસાર ચંદ્રયાન-3ની લોકેશન હવે 41603 km x 226 ઓર્બિટમાં છે. તે પૃથ્વીના ચક્કર કાપતાં ગુરુત્વાકર્ષણ બળથી બહાર નીકળશે. ISRO અનુસાર આગામી ફાયરિંગ મંગળવારે બપોરે 2થી 3 વાગ્યે થશે. જયારે ISROએ શુક્રવારે આંધ્રપ્રદેશનાં શ્રી હરિકોટથી ચંદ્રયાન-3નું લોન્ચિંગ કર્યું હતું. તેને ચંદ્ર સુધી પહોંચવામાં 40 દિવસ લાગશે. તેનું લક્ષ્ય ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગની દુર્લભ સિદ્ધી પ્રાપ્ત કરવાનું છે. ચંદ્રયાન-3 હવે તારીખ 23 કે 24 ઓગસ્ટની આજુબાજુ ચંદ્ર પર લેન્ડ કરી શકે છે. તેમાં એક પ્રપલ્શન મોડ્યુલ, એક લેન્ડર અને એક રોવર સામેલ છે. રોકેટનો પહેલો તબક્કો મજબૂત ઈંધણથી ચાલે છે, બીજો તબક્કો પ્રવાણી ઈંધણ પર અંતિમ તબક્કામાં પ્રવાહી હાઈડ્રોજન અને પ્રવાહી ઓક્સિજનથી ચાલતા ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application