તાપી જિલ્લાના એક ગામે રહેતી ૧૬ વર્ષની સગીરા હિતેશ વનરાજભાઈ ચૌધરી (ઉ.વ.૨૦, રહે.કોસમદા, તા.વઘઈ, જિ.ડાંગ)નાં પરિચયમાં આવતા બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. જોકે આ બંને વચ્ચે મધુર સબંધ બંધાતા હિતેશ ચૌધરી સગીરાને છેલ્લા એક વર્ષથી અલગ-અલગ જગ્યા પર ફરવા લઈ જતો હતો અને જે દરમિયાન લગ્ન કરવાની લાલચ આપી તરૂણીની મરજી વિરૂધ્ધ વારંવાર શારીરિક સબંધ બાંધ્યા હતા. જે શારિરીક સંબંધોના પ્રતાપે સગીરા ગર્ભવતી બની હતી. તેમજ આ સગીરાને રવિવારે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરતા પુત્રને જન્મ આપ્યો હતો. બાળકને જન્મ આપનારી જનેતા સગીર વયની હોવાનું ડોક્ટરને જાણમાં આવતા પોલીસને જાણ કરી હતી. જેથી તરૂણીની પૂછતાછ કરી તેના વાલીનું નિવેદન લઇ સોનગઢ પોલીસે હિતેશ ચૌધરી સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application