Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તિરુપતિ ખાતે અડધો ડઝન હોટેલોમાં બોમ્બ મૂક્યાની ધમકી આપવામાં આવ્યા પછી હવે ઇસ્કોન મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી

  • October 29, 2024 

આંધ્રપ્રદેશમાં તિરુપતિ ખાતે અડધો ડઝન હોટેલોમાં બોમ્બ મૂક્યાની  ધમકી આપવામાં આવ્યા પછી હવે ઇસ્કોન મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. અધિકારીઓ મુજબ પોલીસે મંદિરની સુરક્ષા વધારી દીધી છે. પોલીસે જણાવ્યું હતું કે ૨૭મી ઓક્ટોબરે મોડી રાત્રે ધમકીનો ઇ-મેઇલ મળ્યો હતો. તેમા કહેવામાં આવ્યું હતું કે, ઇસ્કોન મંદિરમાં બોમ્બ છે. આંધ્રપ્રદેશ પોલીસે રવિવારે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં તિરુપતિ શહેરમાં લગભગ અડધો ડઝન હોટેલોમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની ધમકી મળી હતી. ધમકી મળ્યા પછી પોલીસ બોમ્બ વિરોધી સ્કવોડ સાથે ઇસ્કોન મંદિર પહોંચી હતી અને તપાસ અભિયાન શરૂ કર્યુ હતું. જોકે સંકુલમાં કોઈપણ પ્રકારનો વિસ્ફોટક કે શંકાસ્પદ સામાન પકડાયો નથી.


આ ઉપરાંત સોમવારે કુલ ૬૦ ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. છેલ્લા ૧૫ દિવસમાં ભારતીય વિમાની કંપનીઓની ૪૧૦થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આ ધમકીઓ સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. તેમા એર ઇન્ડિયા અને ઇન્ડિગોની ૨૧-૨૧ ફ્લાઇટ્સ હતી અને વિસ્તારાની ૨૦ ફ્લાઇટ્સ હતી. તિરુપતિના પોલીસ વડા એલ સુબ્બારાવ નાયડુએ જણાવ્યું હતું કે, અમને જ્યારે ફરિયાદો મળી ત્યારે અમે તરત કાર્યવાહી કરી. અમારી ટીમે તલસ્પર્શી તપાસ કરી. પણ આ ધમકીઓ નકલી નીકળી. અમે આ કેસો નોંધી રહ્યા છીઅ અને તેની તપાસ કરી રહ્યા છીએ.


જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સાઇબર અપરાધ શાખાની મદદથી આ અપરાધોની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે ધમકી આપનારાઓની ઓળખ ટૂંક સમયમાં કરવામાં આવશે અને તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. આ જ રીતે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં ઓછામાં ઓછી દસ મોટી હોટેલોને રવિવારે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. અજાણ્યા લોકોએ ઇ-મેઇલ દ્વારા ધમકી આપી છે કે જો ૫૫ હજાર ડોલર કે ૪૬.૨૪ લાખ રુપિયા નહીં આપ્યા તો હોટેલોને વિસ્ફટ કરીને ઉડાવી દેવાશે. તમારી હોટેલના સંકુલમાં કાળી બેગમાં બોમ્બ છૂપાવવામાં આવ્યો છે. મને ૫૫ હજાર ડોલર જોઈએ, નહીં તો વિસ્ફોટ કરીશું. બોમ્બને નિષ્ક્રીય કરવાનો કોઈપણ પ્રયાસ સફળ નહીં થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application