નાની દમણનાં એરપોર્ટ રોડથી યુવકનો મોબાઇલ ઝૂંટવીને બાઇક ઉપર ફરાર થયેલા બે આરોપીની દમણ પોલીસે વલસાડ સ્ટેશનેથી ધરપકડ કરી છે. દમણમાં રહેતા આશિષ ત્રિપાઠી ગત તા.7 એપ્રિલે પુખરાજ હોટલ, એરપોર્ટ રોડ, નાની દમણ પાસેથી ચાલતા જઇ રહ્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો મોટરસાયકલ પર આવ્યા હતા અને તે સમયે આશિષ મોબાઈલ ફોન આંચકી લીધો હતો અને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.
જે અંગે આશિષ ત્રિપાઠીએ નાની દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જયારે આરોપીઓને પકડવા અને સ્નેચિંગ કેસને ઉકેલવા માટે દમણ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી અને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ આસપાસનાં સ્થળો અને સ્નેચર્સ દ્વારા નાસી છૂટવાના રસ્તાઓ સહિત અનેક CCTV ફૂટેજનું વિશ્લેષણ કર્યું હતું. ટેક્નિકલ ડેટા દ્વારા અનેક પ્રયાસો પછી પોલીસ ટીમે શંકાસ્પદ વ્યક્તિનું સ્થાન શોધી કાઢ્યું હતું જે મધ્ય પ્રદેશના રીવામાં હતો.
તેથી પોલીસની એક ટીમ મધ્યપ્રદેશના રીવા ખાતે રવાના કરવામાં આવી હતી. પરંતુ શંકાસ્પદ વ્યક્તિ ટ્રેન દ્વારા વલસાડ, ગુજરાત તરફ આવી રહી હોવાની માહિતીને પગલે વલસાડ રેલ્વે સ્ટેશનથી બે શકમંદ સ્નેચરોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે મોબાઇલ ઝૂંટવી ફરાર થયેલા નીરજ ઉર્ફે બાંટો (રહે.વાપી અને મૂળ રહે.અલ્મોડા,ઉત્તરાખંડ) અને રૂપેશકુમાર બહાદુર શાહ (રહે.કચીગામ, દમણ, મૂળ ખાગરિયા, બિહાર)ની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500