Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : બાઈક ઉપરથી પડી જતાં યુવકનાં માથા પરથી ટ્રેક્ટરનું ટાયર ફરી વળતાં ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યું

  • August 08, 2023 

વલસાડનાં ધરમપુર ચોકડીથી નોકરી પરથી પરત ફરી રહેલ યુવકને અકસ્માત નડ્યો હતો. તેમજ બાઈક પર પરત ફરી રહેલ યુવકને અન્ય બાઈકની ટક્કર લાગતા યુવક નીચે પટકાયો હતો. ત્યારે અહીં રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરનું ટાયર યુવકનાં માથા પર ફરી વળતાં યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, હિરલકુમાર પ્રજાપતિ નામનો યુવક રાતની નોકરી પતાવીને બાઇર પર પોતાના ઘરે જઇ રહ્યો હતો. ત્યારે અન્ય બાઈકની ટક્કર લાગતા યુવક નીચે પટકાયો હતો. આ દરમિયાન અહીંથી રોંગ સાઇડમાં આવતા ટ્રેક્ટરનું ટાયર હિરલ પર ફરી વળ્યું હતું. ટાયર ફરી વળતાં હિરલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં વલસાડ સીટી પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application