વડોદરાનાં બાપોદ વિસ્તારના રાધે ડુપ્લેક્સમાં રહેતા એક યુવકે પોતાના ઘરે ફાંસો ખાઇ જીવન ટુકાવ્યું હતું. જયારે CAની પરીક્ષામાં નાપાસ થતાં તનાવમાં આવી અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળેલ છે. મળતી માહિતી મુજબ, બાપોદ વિસ્તારના રાધે ડુપ્લેક્સમાં રહેતા જૈન ધર્મમાં આસ્થા ધરાવતા અમિત પરીખ ખાનગી કંપનીમાં ઉંચી પોસ્ટ પર કામ કરે છે અને તેમના પત્ની રેલવેમાં જોબ કરે છે. તેમની મોટી દીકરી પરણાવી દીધી છે અને નાનો 21 વર્ષનો દીકરો સ્મિત CAમાં અભ્યાસ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું જોતો હતો. જોકે CAનું પરિણામ જાહેર થતાં તે નાપાસ થયો હતો તેને કારણે સ્મિતને લાગી આવ્યું હતું તેથી ઘરે આવી બેડરૂમમાં પંખા સાથે કાપડનો ઓછાડ બાંધી ગળે ફાંસો ખાઈ મોત જીવન ટુકાવ્યું હતું. ઘટના અંગે બાપોદ પોલીસે અકસ્માતનો ગુનો નોધી આગળની તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application