સુરત શહેરનાં સચિન વિસ્તારમાં એક બિલ્ડીંગના સાતમાં માળેથી યુવકે પડતું મૂકીને જીવન ટુંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષામાં નાપાસ થતાં શિવમ ત્રિપાઠી નામના યુવકે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ઉત્તરપ્રદેશના જૌનપુરના હરદ્વારી ગામનો શિવમ દ્વિજેન્દ્ર ત્રિપાઠી સુરતમાં સચિન વિસ્તારમાં રહેતો હતો. શિવમ UPSCની પરીક્ષામાં એક માર્કથી નાપાસ થયો હતો. UPSCની પરીક્ષામાં નાપાસ થતા તે તણાવમાં હતો. જોકે ગુરૂવારે ઘરેથી બહાર જાવ છું તેમ કહીને નીકળી ગયો હતો અને નિલકંઠ હાઈટ્સ સોસાયટીની બિલ્ડીંગના સાતમા માળેથી કુદીને આપઘાત કર્યો હતો. યુવકના મૃત્યુથી પરિવાર પર દુ:ખનો આભ તુટી પડયો હતો. પરિવારજનોનું કહેવું છે, 'મૃતક શિવમને આઈપીએસ બનવાની ઈચ્છા હતી. ખૂબ તૈયારી કરતો હતો. યુપીએસસીમાં ફેલ થવાથી તે ઘણાં સમયથી માનસિક તણાવમાં હતો. તેની દવાઓ પણ કરાવવામાં આવતી હતી.' હાલ યુવકના આપઘાતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application