Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પૂરો કરી પરત ફરેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું

  • May 25, 2023 

જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પૂરો કરીને ગુરુવારે વહેલી સવારે દિલ્હી પરત આવી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાલમ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ નજીક તેમનું સ્વાગત કરવા આવેલા બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું, આજે જે લોકો અહીં હાજર છે તે મોદીજીને પ્રેમ કરનારા લોકો નથી, તેઓ મા ભારતીને પ્રેમ કરનારા લોકો છે. આ એવા લોકો છે જેઓ ભારતને પ્રેમ કરે છે. જ્યારે ભારતનું નામ રોશન થાય છે ત્યારે 140 કરોડ દેશવાસીઓની ભાવના નવી ઊંચાઈઓને સ્પર્શે છે.






વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું વિશ્વનાં દેશોમાં જાઉં છું અને વિશ્વનાં મહાપુરુષોને મળું છું અને ભારતની ક્ષમતા વિશે વાત કરું છું, ભારતની યુવા પેઢીની પ્રતિભા વિશે ચર્ચા કરું છું અને ભારતનાં યુવાનોએ બતાવેલ બહાદુરી બતાવું છું. હું દુનિયામાં જઈને આ વાતો કહું છું. તેમણે કહ્યું, આ મુલાકાત દરમિયાન મને જે પણ સમય મળ્યો, મેં મારા સમયનો પૂરેપૂરો ઉપયોગ દેશ વિશે વાત કરવામાં, દેશની ભલાઈ માટે નિર્ણયો લેવામાં કર્યો. હું તમને પણ એ જ કહીશ કે ભારતની સંસ્કૃતિ અને મહાન પરંપરા વિશે બોલતી વખતે ક્યારેય ગુલામીની માનસિકતામાં ડૂબી ન જતા, હિંમતથી બોલજો... દુનિયા સાંભળવા આતુર છે.






આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની વેક્સિનને લઈને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાને કહ્યું, અમને હિસાબ પૂછવામાં આવ્યો કે તમે વિદેશમાં રસી કેમ મોકલી. આ બુદ્ધ અને ગાંધીની ભૂમિ છે. પાપુઆ ન્યુ ગિનીના લોકો મારી ભાષા સમજી શક્યા નહીં, પરંતુ તેઓએ ઈશારો કરીને કહ્યું કે તમે રસી મોકલી ત્યારે જ અમે જીવિત છીએ. ત્યાંના લોકોની આંખમાં આંસુ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application