અતિવૃષ્ટીના કારણે રાજ્ય સરકાર દ્વારા ખેતીનો સર્વે અગાઉ શરું કરાયો હતો. આ સર્વેની કામગિરી 9 જિલ્લાઓમાં ચાલી હતી ત્યારે આ સર્વેની કામગિરી પૂર્ણ કરવામાં આવી છે. 9 જિલ્લામાં અતિવૃષ્ટીનો સર્વે પૂર્ણ થઈ ગયા બાદ હજુ સુધી સરકાર તરફથી સહાયની કોઈ જાહેરાત નથી કરાઈ ત્યારે ખેડૂતોમાં પણ આ સર્વે બાદ નુકશાનીનું વળતર મળવાની આશા છે.
ગત જુલાઈ મહિનામાં અતવૃષ્ટીના કારણે દક્ષિણ ગુજરાતમાં ડાંગ,નવસારી,વલસાડ સહીતના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની અંદર છોટા ઉદેપુર,નર્મદા અને ભરુચ,પંચમહાલ જિલ્લાનો કેટલોક ભાગ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ,જૂનાગઢ વિસ્તારમાં પણ ખેતીના પાકોના સર્વેની કામગિરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાની વિગતો મળી રહી છે.ત્યારે આ જિલ્લાના ખેડૂતોને આશા પણ છે ત્યારે આશા ક્યારે પૂર્ણ થશે તેને લઈને ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા છે. અગાઉ કૃષિમંત્રીએ સહાય માટે એસડીઆરએફ અને મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ આ સહાય ચૂકવવી તે બાબતે સર્વેના આધારે નિર્ણય લેવા માટે કહ્યું હતું. પરંતુ આ મામલે ઝડપી નિર્ણય લેવાય તેને લઈને ખેડૂતો દ્વારા માંગ પણ કરાઈ રહી છે.
રાજ્ય સરકાર દ્વારા 9 જિલ્લાની અંદર લગભગ અંદાજિત 4,000 જેટલા ગામમાં આ પ્રકારના સર્વેની કામગિરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક તારણો પણ સામે આવ્યા છે. નવસારી જિલ્લાના 387 ગામોના 9487 હેક્ટર વિસ્તારમાં સર્વે થયો જેમાં મળતી વિગતો અનુસાર નવસારીમાં 3014 હેક્ટરમાં 33 ટકાથી વઘુ નુકશાન થયું છે. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં પણ 830 હેક્ટર વિસ્તારમાં પણ 33 ટકાનું નુકશાન થયું છે. આ સિવાય અન્ય વિસ્તારોમાં અતિવૃષ્ટીના કારણે નુકશાન થયું છે પરંતુ હજૂ સુધી કોઈ સહાયને લઈને જાહેરાત કરવામાં નથી આવી. સહાયને લઈને વિલંબ શા માટે કરવામાં આવી રહ્યો છે કેમ કે,ખેડૂતો આશા રાખીને બેઠા છે કેમ કે, આ વિસ્તારોમાં પાણીના કારણે પાકનો નાશ પણ થયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500