વિધાનસભાની ચુંટણીમાં તંત્ર સહિત રાજકીય પક્ષના આગેવાનો કામે લાગ્યા છે, તેમાય તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ પણ કમરકસી છે,નજીકના મહારાષ્ટ્ર રાજ્યમાંથી ઉચ્છલ,સોનગઢ સહિતના માર્ગે ગુજરાતમાં ઈંગ્લીશદારૂ હેરાફેરી કરનારાઓને ઝડપી પાડવા ખાસ ટીમ કામે લાગી ગઈ છે.
મળતી માહિતી અનુસાર તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢના માંડળ ગામના ટોલ નાકા પાસે ગતરોજ વોચ ગોઠવી હતી, તે દરમિયાન એક સફેદ કલરની શેવોલેટ બીટ કાર નંબર જીજે/૦૬/ઈએચ/૨૪૧૯ના ચાલકે પોતાની કબજાની કાર પુર ઝડપે હંકારી લઇ આવતા પોલીસ સ્ટાફના માણસોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જોકે કારના અજાણ્યા ચાલકે પોતાના કબ્જાની કાર નહિ રોકી, પુરઝડપે હંકારી લઇ આવી માંડળ ટોલનાકાના બેરીકેટને ટક્કર મારી આગળ નાસતા પોલીસ સ્ટાફના માણસોએ તેનો ખાનગી વાહનોમાં પીછો કર્યો હતો.
જોકે પકડાઈ જવાની બીકે આરોપીએ પોતાની કબજાની કાર ચોરવાડ ગામના નેશનલ હાઇવે નંબર-૫૩ પર આવેલ બસ સ્ટેન્ડવાળા સર્વીસ રોડ પર સાઇડમાં મૂકી નાશી છુટ્યો હતો,સ્થળ પર પહોચેલા પોલીસ સ્ટાફના માણસોએ તલાસી લેતા કારમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની નાની,મોટી બોટલો/ટીન નંગ-૮૨૮ જેની કિંમત રૂપિયા ૧,૦૬,૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો. આ બનાવમાં તાપી એલસીબી શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ સોલંકીની ફરિયાદના આધારે ઈંગ્લીશદારૂ કિંમત રૂપિયા રૂપિયા ૨,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિંમત રૂપિયા ૩,૦૬,૮૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500