ગાંધીનગરના લોદરા ખાતે પેસેન્જરોને લઈને ગયેલા ઈકો કારના ડ્રાઇવરનું અપહરણ કરી ચાર ઈસમો મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી આશ્રમ જી.આઈ.ડી.સી વિસ્તારમાં છોડી મુકવામાં આવતા માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માણસાના અંબોડ ગામમાં રહેતાં શંકરસિંહ ભીખાજી ચાવડા ઈકો ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. નિયમિત રીતે શંકરસિંહ ગાંધીનગરથી વિજાપુર ગાડી ચલાવી પેસેન્જરની વરધી મારે છે. ગઈકાલે પણ સાંજના સમયે તેઓ પેસેન્જર લઈને લોદરા પાસેની રંગ રોયલ હોટલ પહોંચ્યા હતા. એ વખતે પ્રવિણસિંહ રાઠોડ (રહે-મહુડી), ધર્મેન્દ્રસિંહ રાઠોડ તથા જીતેન્દ્રસિંહ રાઠોડ (બંન્ને રહે-અનોડીયા) તેમજ અન્ય એક ઈસમ ત્યાં ગયા હતા.
બાદમાં ઈકો ગાડીમાંથી પેસેન્જરોને ઉતારી દઈ ચારેય જણાં કહેવા લાગેલ કે, તને ગાડી ભરી આવવાની ના પાડી છે છતાં ગાડી ભરી આવેલ છે. આ મુદ્દે ચારેય જણાં ગાળાગાળી કરી શંકરસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી અન્ય એક ઈકો ગાડીમાં અપહરણ કરીને ભાગ્યા હતા. અને આશ્રમ ચોકડી થઈ આશ્રમ જી.આઇ.ડી.સી. તરફ શંકરસિંહને લઈ ગયા હતા. તે વખતે શંકરસિંહના મોબાઇલ પર તેમના સહદેવસિંહનો ફોન આવ્યો હતો. જેથી તેમણે સમગ્ર બનાવની જાણ સહદેવસિંહને કરી હતી. જેનાં પગલે સહદેવસિંહે 100 નંબર ઉપર પોતાના ભાઈનું અપહરણ થયાની ફરિયાદ કરતા પોલીસ પણ તપાસ અર્થે નીકળી પડી હતી. આ તરફ ચારેય ઈસમો શંકરસિંહને પુંધરા હાઇવે રોડ ઉપર લઈ ગયા હતા. બાદમાં ચારેય જણાએ શંકરસિંહ સાથે મારામારી કરી તેમને ત્યાં જ ઉતારી દઈ ફરાર થઈ ગયા હતા. આ તરફ પોલીસ શોધતી શોધતી શંકરસિંહ સીધું પહોંચી ગઈ હતી. આ અંગે શંકરસિંહે ફરિયાદ આપતા માણસા પોલીસે ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application