Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘One Happiness' અને 'ECHO' બાદ, TEDx દ્વારા વિભિન્ન ક્ષેત્રના મહારથીઓ લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે ‘Synergy’ અંગે પ્રેરણાદાયી ચર્ચા કરશે

  • August 09, 2023 

One Happiness' અને 'ECHO' બાદ, TEDx દ્વારા વિભિન્ન ક્ષેત્રના મહારથીઓ લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે ‘Synergy’ અંગે પ્રેરણાદાયી ચર્ચા કરશે લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામનાં ધ્વનિ ઑડિટોરિયમ ખાતે તા.૧૩ ઑગસ્ટ ૨૦૨૩ના રોજ વિવિધ ક્ષેત્રોમાં આયોજનપૂર્વકની કાર્યશૈલી અને ક્ષમતાને સાર્થક કરનાર એવા સમાજ અને ઉદ્યોગ જગતનાં વિભિન્ન પરિપ્રેક્ષ્યમાં અનેરું યોગદાન આપનાર નામાંકિત લીડર્સની હરોળનાં ઉધોગ અને કોર્પોરેટ સંસ્થાઓમાં વ્યૂહાત્મક કાર્યશૈલીથી નેતૃત્વ કરનાર પ્રોફેશનલ્સ, સુરક્ષા દળમાં નિર્ણાયક સ્થાનેથી માર્ગદર્શક કમ તાલીમ નિયોજક, લેખન કાર્યથી ખ્યાતિ પામેલ, અસંખ્ય વાંચકોની પ્રસંશા મેળવનાર તેમજ વિવિધ વિષયો પર કાર્યરત લેખક, ઉપરાંત અભિનય મોડેલિંગ તેમજ અભિનય ક્ષેત્રની સાથોસાથ બીજી અનેક પ્રવૃત્તિ સાથે પ્રવૃત વ્યક્તિઓ તેમજ પરોપકારી સંશોધન જૂથ પ્રવૃત્તિમાં કાર્યરત, ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલ તેમજ ખ્યાતિ પ્રાપ્ત યુટ્યૂબર, વક્તા સ્થાને રહી પ્રેરરણાદાયી વિચારોને સફ્ળતાવાંચ્છુક લોકો સુધી પહોંચાડશે.



જે અંતર્ગત TEDx સંલગ્ન ઇવેન્ટનુ આયોજન થવા જઈ રહ્યું છે. શ્રેષ્ઠ અને નામાંકિત સંસ્થાઓમાં અવારનવાર આયોજિત TEDx ઈવેન્ટમાંની અને લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે સતત ત્રીજી વાર આયોજિત TEDxLaxmiVidyapeethનો હેતુ આવનાર ઈવેન્ટના માધ્યમથી અસાધારણ શક્યતાઓની ઉજવણી કરવા તેમજ લોકોના વિચારો, પ્રતિભા અને જુસ્સાને એક સામાન્ય ધ્યેય દોરવી જવાનો છે. કાર્યક્રમનો ઉદેશ્ય સમાજમાં સુખના રસ્તે અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે અને મૂલ્યો જેવાકે “સ્પ્રેડિંગ વન હેપ્પીનેસ, નેટવર્ક દ્વારા ક્ષમતા વધારવી, સમાજનું ઉત્થાન, સમસ્યાઓના ટકાઉ નિરાકરણો તેમજ શીખો, ફરીથી શીખો અને વિકાસ કરો” જેવા મૂલ્યોની સાર્થકતામાં સમાવિષ્ટ છે.



અગાઉના વર્ષોમાં સરીગામ ખાતે આયોજિત TEDxના 'One Happiness' અને ત્યારબાદ 'ECHO'ની લોક સરંહાના પછી આ વખતે "Synergy' વિષયને અનુલક્ષી વિચાર પ્રેરક વાર્તાલાપ કરશે. જેમાં સર્જનાત્મકતા, નવીનતા અને સમાજમાં સકારાત્મક પરિવર્તનને પ્રોત્સાહન આપવા, જુસ્સાને પ્રજ્વલિત કરવા તેમજ વિશ્વમાં પરિવર્તન લાવવા માટે પ્રેરિત કરવા ઉપરાંત બૌદ્ધિક વૃદ્ધિને પોષવા અને સ્વપ્નદ્રષ્ટા વિચારોના આદાનપ્રદાન માટે પ્લેટફોર્મ ઉભું કરવાના ઉદેશ્યની સાથે વિજ્ઞાન, ટેક્નોલોજી, કળા, સામાજિક નવીનતા અને ઉદ્યોગસાહસિકતા સહિતના વિવિધ ડોમેન્સમાં સિનર્જીના બહુપક્ષીય પાસાઓનું અન્વેષણ કરાશે. જેને અનુલક્ષી, ગ્રાઉન્ડબ્રેકિંગ સંશોધનથી લઈને કલાત્મક સહયોગ સુધી, વક્તાઓ તેમના અનુભવો, આંતરદ્રષ્ટિ અને સફળતાની વાર્તાઓ શેર કરશે, જેથી વ્યક્તિ સહકાર્યનાં પ્રયાસોમાં રહેલી અપાર શક્તિને ઉજાગર કરી શકે.



તારીખ 13 ઓગસ્ટનાં રોજ આયોજિત એક દિવસીય કાર્યક્રમના સમય, સ્થળ, નોંધણી તેમજ વક્તાઓ વિશેષ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ આ https://tedx.laxmi.edu.in લિંક પર ઉપલબ્ધ રહેશે. ઘર આંગણે આવો અવસર જવલ્લે જ આવતો હોય છે જેનો લાભ લેવાનું રખે ન ચૂકીએ. જે કાર્યક્રમના ઉદેશ્યને સમજવા, માણવા તેમજ ખાસ નવીનતમ લક્ષ્યને સાધવા ઇચ્છુક યુવાઓ, વ્યવસાયિકો, એન્ટરપ્રેન્યૂરસ વગેરે સમાજના સૌ કોઈને TEDx Laxmi Vidyapeeth વાર્તાલાપના રસિક સૌને સહર્ષ આવકારે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application