નોર્વે બાદ હવે સ્વીડનનાં દરિયા કિનારે પણ રશિયાની એક જાસૂસી વ્હેલે દેખા દીધી હોવાનુ અનુમાન છે. જેનુ નામ હૃાલ્દિમિર હોવાનુ કહેવાઈ રહ્યુ છે. આ પહેલા આ જ વ્હેલ 2019માં નોર્વેના દરિયા કિનાર પર જોવા મળી હતી. મળતી વિગતો પ્રમાણે, હૃાલ્દિમિર નામની આ વ્હેલ રવિવારે સ્વીડનનાં દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં આવેલા દરિયા કિનાર પર જોવા મળી હતી. યુરોપિયન દેશ નોર્વે આ પહેલા પોતાના નાગરિકોને રશિયાની જાસૂસી વ્હેલોથી દુર રહેવાની ચેતવણી આપી ચુકયો છે.
જોકે રશિયાએ આ વ્હેલ જાસૂસી માટે હોવાનો કે બીજો કોઈ ફોડ પાડ્યો નથી. સ્થાનિક વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, આ વ્હેલના શરીર પર જે વસ્તુઓ મળી આવી છે તે જોતા લાગે છે કે, તેને વિશેષ રીતે પ્રશિક્ષણ આપીને તૈયાર કરવામાં આવી છે. રશિયન નૌસેના દ્વારા વ્હેલને ખાસ ઓપરેશન માટે ટ્રેનિંગ આપવામાં આવી હોવાની શક્યતા છે.
આ પહેલા પણ રશિયાની નેવી ડોલ્ફિન માછલીઓને જાસૂસી કરવા માટે તાલીમ આપતી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. અમેરિકાની નેવી પણ આ પ્રકારના પ્રયોગો કરી રહી છે. નોર્વે અને સ્વીડન સાથે પણ રશિયાનાં સબંધો વણસેલા છે ત્યારે શક્ય છે કે, રશિયન નૌસેનાએ આ બંને દેશોના જહાજોની જાસૂસી માટે પોતાની વ્હેલ માછલીને દરિયામાં ઉતારી હોય.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500