સહકારી આગેવાન દિલીપ સંઘાણી ઈફ્કોના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા બાદ રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટ એરપોર્ટ પર સહકારી આગેવાનો દ્વારા દિલીપ સંઘાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મેન્ડેટની વિરુદ્ધ જઈ જયેશ રાદડિયા ઈફ્કોના ડિરેક્ટરપદે ચૂંટાયા હોવાની વાત પર પણ દિલીપ સંઘાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે જયેશ રાદડિયાની જીતને લોકતંત્રની જીત છે, તેમણે વધુમાં કહ્યું હતુ કે સહકારના કાયદા મુજબ જ ચૂંટણી થશે. દિલીપ સંઘાણીએ કહ્યું કે જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે. મેન્ડેટ પ્રથા પર ઘમાસાણ વચ્ચે દિલીપસંઘાણીનું સ્ફોટક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે મેન્ડેટ નહી પણ કાયદો સર્વોપરી છે. વાદ નહીં વિવાદ નહીં, વિકાસ સિવાય કોઈ વાત નહી.
કેંદ્ર સરકારની યોજનાઓ ગામે ગામ પહોંચાડીશું. સહકાર અને સમાજના ઉત્થાન માટે કામ કરીશુ. જેમના સહયોગની જરૂર પડશે એમનો સહયોગ લઈશુ. હું કોઈ જૂથવાદમાં પડવાનો નથી. નોંધનીય છે કે ઈફ્કોની ચૂંટણી બાદ ભાજપમાં રાજકીય ભૂકંપના એંધાણ જોવા મળી રહ્યા છે. રાજકોટ ભાજપના અગ્રણી અને સહકારી નેતા બાબુભાઈનસીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. બાબુ નસીતે જયેશ રાદડિયા સામે કાર્યવાહીની માંગ કરી છે. મેન્ડેટ વિરુદ્ધ લડનાર સામે કાર્યવાહીની માંગ કરી છે. ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડીયામન્ડેટ વગર ચૂંટણી લડતા હવે ભાજપનું બીજું જૂથ મેદાનમાં આવ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખે અમારા વિરુદ્ધ પગલા લીધા હતા હવે આમાં પણ ભાજપ પગલાં લે તેવી વાત બાબુ નસીતે કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application