Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભાજપ સત્તામાં આવ્યા બાદ સરપંચનું કામ પણ પટાવાળા જેવું થઈ ગયું છેઃ કોણે કહ્યું ?? જાણો

  • September 04, 2022 

આજે 3જી સપ્ટેમ્બરે રાજકોટમાં અરવિંદ કેજરીવાલજીએ મીડિયા સામે કેટલાક મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલજીએ રાજકોટમાં ડોર ટુ ડોર કેંપેન કર્યું અને સામાન્ય નાગરિકની જેમ ઘરે-ઘરે જઈને રાજકોટના સ્થાનિક લોકોને આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ આપ્યા. આ પછીઅરવિંદ કેજરીવાલજી સુરેન્દ્રનગર જવા રવાના થયા હતા.




આ દરમિયાન પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે,પહેલા ગામમાં સરપંચને ખૂબ માન-સન્માન મળતું હતુ,પંચને પરમેશ્વર માનવામાં આવતા હતા. ભાજપની સરકાર આવ્યા બાદ સરપંચનું કામ પણ પટાવાળા જેવું થઈ ગયું છે. સરપંચનું મહત્વ એટલા માટે હતું કેમકે અગાઉ સરપંચના કામમાં સરકાર વચ્ચે આવતી નહોતી અને સરપંચ જે કહેતા એ સરકારે કરવું પડતું હતુ. આજે ભાજપે સરપંચોને સભામાં ભીડ ભેગી કરવાનું કામ સોંપી દિધું છે. સરપંચનું કામ છે કે ગામમાં રસ્તાની સુવિધા કેવી છે,વીજળીની સુવિધા કેવી છે,ગટરની સુવિધા કેવી છે,લોકોને સસ્તા અનાજની દુકાનમાં સારી વસ્તુઓ મળે છે કે નહીં,ગામમાં સુવિધા છે કે નહીં,પશુઓના સ્વાસ્થ્યની સુવિધા છે કે નહીં આ બધી સુવિધાઓનું કામ કરવાનું અને કરાવવાનું કામ સરપંચનું હતું. ભાજપે હાલત ખરાબ કરી નાખી છે.




સરપંચોએ ગ્રાન્ટ મેળવવા માટે ધારાસભ્યોને હાથ જોડવા પડે છે. ગામમાં કોઈ સમસ્યા હોય તો લોકો સરપંચને ફોન કરે છે,પણ ઉપરથી સરપંચનું કોઇ સાંભળતું નથી. સરપંચ કરે તો પણ શું કરે? વરસાદ પડે ત્યારે ગામનાં રસ્તાઓ તૂટી જાય છે અને ગામમાં અવર જવર કરી શકાતી નથી. દરેક વખતે રસ્તાઓ જ કેમ તૂટી જાય છે? તમારું માથું કેમ ફૂટતું નથી? આ ભ્રષ્ટાચારને રોકવા માટે આપણે સૌએ સાથે મળીને સંકલ્પ લેવો પડશે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application