ભારતીય જનતા પાર્ટીની ગુજરાત વિધાનસભાની ચૂ્ંટણીમાં પ્રચંડ જીત થઈ છે. ત્યારે કોંગ્રેસે ફરી એકવાર ઈવીએમ પર ઠીકરું ફોડ્યું છે. કોંગ્રેસ દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે,ગુજરાતમાં જે પ્રકારનો માહોલ હતો તેમાં કોંગ્રેસની જીત નક્કી હતી. ભાજપને લઈને લોકોમાં નિરસતા જોવા મળી હતી. ઈવીએમને લઈને અનેક વખત શંકા,કુશંકાઓ સેવવામાં આવે છે. તેમ ભરતસિંહે કહ્યું હતું.
ખાસ કરીને કોંગ્રેસની આ વખતે પ્રથમ વખત કારમી હાર થઈ છે. આ વખતે કોંગ્રેસને ગુજરાતમાંથી માત્ર 17 સીટો જ મળી છે જ્યારે ભારતીય જનતા પાર્ટીને 156 સીટો મળી છે. આ માઈલસ્ટોન ભાજપે પ્રથમ વખત પ્રાપ્ત કર્યો છે ત્યારે ફરી એકવાર કોંગ્રેસ તરફથી આ પ્રકારે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ વખતે વિધાનસભાની ચૂંટણી ખાસ બની રહી હતી ત્યારે કેટલાક નેતાઓ દ્વારા આપ પાર્ટીના કારણે કોંગ્રેસને નુકશાન પહોંચ્યું છે તેવા પણ સવાલો ઉઠાવ્યા હતા ત્યારે ભરતસિંહ સોલંકીએ ઈવીએમ પર ઠીકરુ ફોળ્યું છે.
ભાજપે 1990 બાદ પ્રથમ વખત આટલી મોટી જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે પ્રથમ વખતે આટલી ઓછી સીટો મેળવી છે ગત વખતે 77 સીટો કોંગ્રેસને મળી હતી ત્યારે આ વખતે કોંગ્રેસને વધુ સીટો ના મળતા કોંગ્રેસના નેતાઓ દ્વારા ફરીથી આ પ્રકારે સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. લલિત વસોયાએ પણ આપના કારણે કોંગ્રેસને નુકશાન થઈ રહ્યું છે તેમ સ્વિકાર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500