દિલ્હી એઇમ્સ પર સાઈબર એટેકનો મામલો શાંત થયો નથી ત્યારે વધુ એક એવો જ કિસ્સો સપાટી પર આવ્યો છે. એક હોસ્પિટલના 1.5 લાખ દર્દીઓના ડેટા ડાર્ક વેબ પર વેચવામાં આવી રહ્યા છે. આ ડેટામાં દર્દીઓના નામથી લઇને ઘરના સરનામા પણ સામેલ છે.
દિલ્હી એઇમ્સ હેકિંગ અને ડાર્ક વર્લ્ડમાં ડેટાનું વેચાણ ચિંતાનો વિષય છે. હવે વધુ એક કેસ સામે આવતા ભારે હોબાળો મચી ગયો છે. નવો મામલો તમિલનાડુના શ્રી સરન મેડિકલ સેન્ટરનો છે. હોસ્પિટલના દર્દીઓના સેન્સિટિવ ડેટા ડાર્ક વેબ પર વેચવામાં આવી રહ્યા છે. 22 નવેમ્બર 2022ના દિવસે XVigil એ ડાર્ક વેબ પર એક જાહેરાત નિહાળી હતી. જેમાં હજારો લોકોના સેન્સિટિવ ડેટા વેચવામાં આવી રહ્યા હતા.
હેકર્સે તેના નમૂના પણ સાઈબર ફર્મને આપ્યાં છે. આ ડેટામાં તમિલનાડુની જાણીતી હોસ્પિટલના દર્દીઓના રેકોર્ડ સામેલ છે. તેમાં 2007થી 2011 સુધીના દર્દીઓની વિગતો સામેલ છે. ડેટા સેટમાં 1.5 લાખ દર્દીઓના રેકોર્ડ સામેલ છે. તેમનાં સરનામાં પણ છે. દિલ્હી એઈમ્સના સર્વર પર થયેલા સાઈબર હુમલાને દિલ્હી પોલીસના પૂર્વ ડીસીપી એલ.એન.રાવે આતંકી કાવતરું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે એ જાણવું જરૂરી છે કે સાઈબર એટેકનો ઉદ્દેશ્ય શું છે? જોકે તેમણે ભરોસો વ્યક્ત કર્યો કે દેશની સુરક્ષા એજન્સીઓ તેને ઉઘાડું જરૂર પાડશે. આપણી તપાસ એજન્સીઓ સક્ષમ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500