Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

15 વર્ષ બાદ દીવ પાલિકા પર ભાજપનો કેસરિયો લહેરાયો

  • July 09, 2022 

રાજ્યમાં ચૂંટણીઓની સીઝન આવી રહી છે. ત્યારે સમગ્ર દેશમાં કોંગ્રેસનું વચર્સ્વ ખતમ થઈ રહ્યું છે. ત્યારે દીવ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. 6 બિનહરીફ સહિત તમામ 13 વોર્ડમાં ભાજપનો વિજય થયો છે. આ સાથે જ દીવ નગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની ગઈ છે.


આજે દીવ નગર પાલિકાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 15 વર્ષ બાદ દીવ પાલિકા પર ભાજપનો કેસરિયો લહેરાયો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 15 વર્ષથી દીવ પાલિકા પર કોંગ્રેસનો કબ્જો હતો. પરંતુ દીવમાં કુલ 13 વોર્ડ પૈકી 7 વોર્ડનું પરિણામ આવ્યું છે, જ્યાં 15 વર્ષ બાદ દીવ પાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application