Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોશિયલ મીડિયા સાઈટ્સ માટે એડવાઈઝરી જાહેર કરાઈ : નિયમો, નિયામક અને ઉપયોગકર્તા દ્વારા જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી માહિતીઓને રિપોર્ટ કર્યાના 36 કલાકમાં હટાવી અનિવાર્ય છે

  • November 08, 2023 

હાલમાં ડીપફેક ખૂબ જ ચર્ચામાં છે, જેના દ્વારા લોકોને ભ્રમિત કરતા વીડિયો, ફોટા અને ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવે છે. ડીપફેક અને AI દ્વારા ઘણી એવી માહિતીઓને ખોટી રીતે રજૂ કરી લોકો સુધી પહોંચાડવામાં આવે છે જેનાથી ખૂબ જ નુકશાન થઇ શકે છે. આ તમામ સામગ્રીઓની સોશિયલ મીડિયામાં તરત જ ઓળખ માટે કેન્દ્ર સરકાર દ્વારા એક એડવાઇઝરી તૈયાર કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક અને IT મંત્રાલયએ જણાવ્યું કે, આવી કોઈ પણ માહિતી સામે આવ્યાના 36 કલાકમાં તેમને દૂર કરવી પડશે. સોશીયલ મીડિયા પ્લેટફોર્મ માટે રજૂ કરવામાં આવેલ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ખોટી માહિતી અને ડીપફેકની ઓળખ માટે સંભવિત પ્રયત્નો કરવા પડશે.



નિયમો, નિયામક અને ઉપયોગકર્તા દ્વારા જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી માહિતીઓને રિપોર્ટ કર્યાના 36 કલાકમાં હટાવી અનિવાર્ય છે. ઉપરાંત, આવા કિસ્સાઓમાં, સોશિયલ મીડિયા સાઇટ્સે ખોટી માહિતીના ઍક્સેસને રોકવા માટે IT નિયમો 2021 હેઠળ નિર્ધારિત સમય મર્યાદામાં તાત્કાલિક પગલાં લેવા પડશે. મંત્રાલયે સોશિયલ મીડિયા મધ્યસ્થીઓને ચેતવણી આપી છે કે જો IT એક્ટ અને નિયમોની સંબંધિત જોગવાઈઓનું પાલન કરવામાં નહીં આવે તો પગલાં લેવામાં આવશે.  રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, ડિજિટલ નાગરિકોની સુરક્ષા અને વિશ્વાસને પૂર્ણ કરવો એ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અને ડીપફેક્સના વધતા પડકારોને ધ્યાનમાં રાખીને, સરકારે છેલ્લા છ મહિનામાં બીજી વખત આવી સલાહ જારી કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News