ડાંગ જિલ્લાના આહવા ખાતે યોજાયેલ સંકલન સમિતિની બેઠકમા ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકાર, જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ અધિક નિવાસી કલેક્ટર દ્વારા સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવાવા માટે સૌ જિલ્લા અધિકારીશ્રીઓને અપીલ કરવામાં આવી હતી. જિલ્લા વહિવટી તંત્રના વડાઓ દ્વારા પૂજ્ય ગાંધીજીના 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'ના મંત્રને ચરિતાર્થ કરી, 'સ્વચ્છતા હી સેવા-૨૦૨૩' ઝુંબેશમાં સક્રિય સહયોગ આપવાની સાથે સ્વચ્છ-સ્વસ્થ અને નિર્મળ ગુજરાતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનવા માટે અપીલ કરાઈ હતી. સ્વચ્છતા મિશન અંતર્ગત દરેક સરકારી ઓફિસોમા સ્વચ્છતા જળવાય તેમજ સ્વચ્છતા અભિયાનમા જોડાવાની સાથે સરકારી ઓફિસોના કંડમ વાહનો, અને રદ્દી પસ્તીનો નિકાલ કરવા કરવા સાથે જૂની બિન ઉપયોગી સાધન સામગ્રીના નિકાલની પણ જિલ્લા અધિકારીશ્રીઓને સુચના આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application