અરબી સમુદ્રમાં આક્રમક બનેલા વાવાઝોડા બિપોરજોયને લઈને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ વાવાઝોડું પોરબંદરથી 480 કિમી દૂર છે. બિપોરજોય વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલી છે. હવે આ વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાયું છે. બિપોરજોય વાવાઝોડું કચ્છનાં દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. વાવાઝોડાનો માર્ગ ફરી બદલાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. બીપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્યનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર એલર્ટ બન્યું છે. તો બિપરજોય વાવાઝોડાની આગાહીને પગલે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. સાયક્લોનની સ્થિતિ અંગે મુખ્માંન્ત્રી ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વીડિયો કોન્ફરન્સનું યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયા કિનારાના જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કરી હતી. તેમણે કલેક્ટરોને પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ રહેવાનો આદેશ આપ્યો હતો. આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર અને રાહત કમિશનર પણ જોડાયા હતા. બિપોરજોય વાવાઝોડાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે.
તેમણે જણાવ્યું કે, જિલ્લાના અધિકારીઓને એલર્ટ કરાયા છે. વાવાઝોડાની આગાહીને પગલે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નિર્દેશ બાદ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, દરિયાકાંઠા વિસ્તારના લોકોને તંત્રની સૂચનાનું પાલન કરવું જોઈએ. વાવાઝોડાની આગાહીને પગલે રાજ્યના બંદરો પર 2 નંબરનું સિગ્નલ હટાવીને 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તમામ બંદરો 4 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
બંદર પર લાંગરવામાં આવેલી તમામ બોટને સલામત સ્થળે ખસેડાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રએ આપી સૂચના છે. કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. વાવાઝોડાની અસરને પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથના દરિયાકાંઠે ઝૂંપડામાં રહેતા 25 પરિવારનું સ્થાળંતર કરાયું છે. સોમનાથ મરીન પોલીસ દ્વારા 125 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500