Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતના પ્રથમ સૂર્ય મિશન હેઠળ અંતરિક્ષમાં મોકલાયેલ Aditya L1 સ્પેસક્રાફ્ટે ચોથા અર્થ બાઉન્ડ મેન્યુવરની પ્રક્રિયા સફળતા પૂર્વક પૂર્ણ કરી

  • September 15, 2023 

ભારતના પ્રથમ સૂર્યમિશન હેઠળ અંતરિક્ષમાં મોકલાયેલા આદિત્ય એલ-1 (Aditya L-1) સ્પેસક્રાફ્ટે ચોથા અર્થ બાઉન્ડ મેન્યુવરની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. ભારતીય સ્પેસ એજન્સી ISROએ આ માહિતી આપી હતી. સરળ ભાષામાં કહીએ તો અર્થ બાઉન્ડ મેન્યૂવરનો અર્થ એ થાય છે કે, પૃથ્વીનો ચક્કર લગાવતાં ગુરુત્વાકર્ષણ બળના માધ્યમથી મુસાફરી માટે ઝડપ પેદા કરવી. સૂર્યનો અભ્યાસ કરવા માટે અંતરિક્ષમાં મોકલાયેલું આદિત્ય એલ-1 ભારતનું પ્રથમ સ્પેસ ઓબ્ઝર્વેટરી છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે પાંચ લેગ્રેંજ પોઈન્ટ આવેલા છે. લેગ્રેંજ પોઈન્ટ એને કહેવાય છે.



જ્યાંથી સૂર્યને કોઈપણ પ્રકારના ગ્રહણ કે અવરોધ વિના જોઈ શકાય છે. આદિત્ય એલ-1ને લેગ્રેંજ પોઈન્ટ 1 પર મોકલાશે. પૃથ્વીથી આ લેગ્રેંજ પોઈન્ટ 1નું અંતર 15 લાખ કિ.મી. છે. જોકે સૂર્યથી પૃથ્વીનું અંતર 15 કરોડ કિ.મી. છે. ISROએ જણાવ્યું કે, ચોથું અર્થ બાઉન્ડ મેન્યૂવર સફળ થઈ રહ્યું છે. ઈસરોના મોરેશિયસ, બેંગ્લુરુ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર અને પોર્ટ બ્લેયરના ગ્રાઉન્ડ સ્ટેશનની મદદથી ઓપરેશન દરમિયાન સેટેલાઈટને ટ્રેક કરાયું હતું. આદિત્ય એલ-1 માટે ફિજી ટાપુ પર હાજર ટ્રાન્સપોર્ટેબલ ટર્મિનલ પોસ્ટ બર્ન ઓપરેશનમાં સ્પેસક્રાફ્ટની મદદ કરશે. હવે આદિત્ય એલ-1 આગામી 19 તારીખે ફરી ઓર્બિટ બદલવાનું કામ કરશે. તેને અર્થ બાઉન્ડ મેન્યૂવર કે પછી અર્થ બાઉન્ડ ફાયર પણ કહેવાય છે. તે પૃથ્વીની ચારેકોર આદિત્ય એલ-1નો છેલ્લો ચક્કર હશે. ઈસરોએ લખ્યું કે આગામી છલાંગ 19 સપ્ટેમ્બ્રે લગભગ 2 વાગ્યે લગાવાશે અને તેની સાથે જ સ્પેસક્રાફ્ટ પૃથ્વીની કક્ષાથી બહાર નીકળી જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application