Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતનું સુર્યનાં સંશોધનાત્મક અભ્યાસ માટેનું પહેલું અવકાશયાન આદિત્ય-L1 અવકાશયાન તેના લાગ્રાન્ગ પોઇન્ટ-1 પર પહોંચવાના અંતિમ તબક્કામાં

  • December 26, 2023 

ભારતનું સૂર્યના સંશોધનાત્મક અભ્યાસ માટેનું પહેલું અવકાશયાન આદિત્ય-એલ 1 અવકાશયાન તેના લાગ્રાન્ગ પોઇન્ટ-1 (એલ-1) પર પહોંચવાના અંતિમ તબક્કામાં છે. લાગ્રાન્ગ પોઇન્ટ પૃથ્વીથી 15 લાખ કિલોમીટરના અતિ દૂરના અંતરે છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)નાં  ચેરમેન એસ.સોમનાથે હજી થોડા દિવસ પહેલાં જ એવી માહિતી આપી હતી કે, આદિત્ય-એલ 1 અવકાશયાન 2024ની 6 જાન્યુઆરીએ લાગ્રાન્ગ પોઇન્ટ-1 પર પહોંચશે. જોકે આદિત્ય-એલ 1 અવકાશયાન હવે આ તબ્બકે લાગ્રાન્ગ પોઇન્ટ 1ની  હેલો ઓર્બિટ (લાગ્રાન્ગ પોઇન્ટ ફરતેનું ક્ષેત્ર)માં પ્રવેશવા માટે તૈયારીમાં છે.



લાગ્રાન્ગ પોઇન્ટ-1 અંતરિક્ષનો એવો હિસ્સો છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એક સમાન થઇ જાય છે. લાગ્રાન્ગ પોઇન્ટ-1ના સમગ્ર અંતરિક્ષ વિસ્તારમાં શૂન્યાવકાશ છે. કોઇપણ અવકાશયાન માટે લાગ્રાન્ગ પોઇન્ટ-1ના વિસ્તારમાં સલામત રીતે પહેાંચવાની પ્રકિયા ખરેખર બહુ પડકારરૂપ ગણાય છે. આ અંતિમ તબક્કે અવકાશયાનની ચોક્કસ દિશા અને  તેની ગતિ બંને પરિબળો પર સંપૂર્ણ નિયંત્રણ હોવું જરૂરી છે. આદિત્ય-એલ 1 અવકાશયાન તેના લાગ્રાન્ગ પોઇન્ટ-1 પર પહોંચીને તેની ફરતે ગોળ ગોળ પ્રદક્ષિણા કરવાનું શરૂ કરે એ સમગ્ર ગતિવિધિ બહુ મહત્વની  છે. આ જ લાગ્રાન્ગ પોઇન્ટ 1 પર આદિત્ય-એલ 1 અવકાશયાન સૂર્યની બરાબર સામે રહી શકશે. સાથોસાથ સૂર્યમાં થતી અજીબોગરીબ અને અકળ ગતિવિધિનો સંશોધનાત્મક અભ્યાસ કરી શકશે.



એસ.સોમનાથે એવી મહત્વની સ્પષ્ટતા પણ કરી છે કે આદિત્ય-એલ 1 અવકાશયાન લાગ્રાન્ગ પોઇન્ટ-1 પર પહોંચે ત્યારે અમે એક એન્જિન ફાયર કરીશું કે, જેથી અવકાશયાન લાગ્રાન્ગ પોઇન્ટ-1ના વિસ્તારથી વધુ આગળ ન જાય. અવકાશયાન અ લાગ્રાન્ગ પોઇન્ટ-1 પોઇન્ટ પર  સલામત રીતે પહોંચીને પછી તેની ફરતે ગોળ ગોળ પ્રદક્ષિણા શરૂ કરશે. સાથોસાથ તેનાં વૈજ્ઞાનિક ઉપકરણો સૂર્યની બહારની કિનારી કોરોના સહિત અન્ય પાસાંનો સંશોધનાત્મક અભ્યાસ પણ શરૂ કરશે. આ બધી માહિતી ઇસરોના મુખ્ય મથકે મળશે. આદિત્ય એલ-1 અવકાશયાનની મદદથી સૂર્યમાં થતી અકળ ગતિવિધિને કારણે પૃથ્વી પરના ઋતુચક્રને કેવી અને કેટલી અસર થાય છે તેની પણ બહુ ઉપયોગી માહિતી મળી શકશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application