કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહારથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશી રહી છે. યાત્રા યુપીમાં પ્રવેશે તે પહેલા રાહુલે મોહનિયામાં જનસભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે બિહારના યુવાનોને સેના, રેલ્વે અને જાહેર ક્ષેત્રમાં નોકરી નહીં મળે કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમે બધા માત્ર કોન્ટ્રાક્ટ પર જ કામ કરો.
રાહુલે કહ્યું કે તમે બધાએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જોઈ. તમે તેમાં ગરીબો, ખેડૂતો કે મજૂરો જોયા? કોંગ્રેસે કહ્યું કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ભારતના મોટા મોટા ધનિકોએ ભાગ લીધો હતો, પરંતુ ત્યાં ગરીબો, ખેડૂતો કે મજૂરો જોવા મળ્યા નથી. આ અન્યાય છે. અમે ખેડૂતોને MSPની કાયદેસર ગેરંટી આપવાની વાત કરી છે. અમે ખેડૂતોને કાયદેસરની ગેરંટી આપીશું જેથી કરીને તેઓને તેમના પાકની યોગ્ય કિંમત મળી શકે. આ એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું છે.
કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોનો એક રૂપિયો પણ માફ કર્યો નથી. પરંતુ તેમણે દેશના પસંદગીના અબજોપતિઓના લાખો અને કરોડો રૂપિયા માફ કર્યા છે. જ્યારે કોંગ્રેસ સરકારે ખેડૂતોના 70 હજાર કરોડ રૂપિયા માફ કર્યા હતા, જેના પર મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ પૈસા વેડફી રહી છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન અમે લોકોને પૂછ્યું હતું કે દેશમાં આટલી નફરત કેમ ફેલાઈ છે, તેની પાછળનું કારણ શું છે? ત્યારે લોકોએ જવાબ આપ્યો કે દેશમાં ફેલાયેલી નફરત પાછળનું કારણ ભય છે અને આ ડરનું કારણ અન્યાય છે. આજે દેશના દરેક ભાગમાં સામાજિક, આર્થિક અને રાજકીય સ્તરે અન્યાય થઈ રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500