Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અભિનેતા સુર્યાની આગામી ફિલ્મમાં તેના ત્રણ અલગ અલગ અવતાર જોવા મળશે

  • July 21, 2024 

અભિનેતા સુર્યાની આગામી ફિલ્મ કંગુવા 15 ઓગસ્ટનાં રોજ રિલીઝ થવા માટે તૈયાર છે. તેવામાં આ ફિલ્મમાં તેના ત્રણ અલગ-અલગ અવતાર જોવા મળવાના હોવાની વાત છે. નિર્માણ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, ફિલ્મ કંગુવામાં સુર્યા ૩ અવતારમાં જોવા મળવાનો છે. અત્યાર સુધી ન જોવા મળેલા તેના આ લુક માટે તેણે ઘણું ટાન્સફોર્મેશન કર્યું છે. તેનું દરેક પાત્રનો અલગ લુક હશે જે અત્યાર સુધીમાં જોવા મળ્યો નથી.

તેના લુક ફિલ્મની વાર્તા સાથે સંકળાયેલા હશે. સુર્યાની કંગુવા ફિલ્મ આ વરસની સૌથી વધુ બજેટ ધરાવતી ફિલ્મ હોવાનું કહેવાઇ રહ્યું છે. આ ફિલ્મ બનાવામાં 350 કરોડ રૂપિયાથી વધુ નાણાં રોકવામાં આવ્યા છે. જે પુષ્પા અને સિંઘમ જેવી ફિલ્મો કરતાં પણ વધુ બજેટ ધરાવે છે. રસપ્રદ છે કે, આ ફિલ્મને બે ભાગમાં બનાવામાં આવી છે. જેમાંનો એક ઓગસ્ટ મહિનામાં રિલીઝ કરવામા આવશે અને બીજી 2027માં જાન્યુઆરીમાં રિલીઝ કરવાની યોજના છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application