'RRR'નાં એક્ટર રામચરણ હૈદરાબાદથી ઉઘાડા પગે જ મુંબઈ ફલાઈટમાં આવી સીધો સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન માટે પહોંચ્યો હતો. એરપોર્ટ તથા મંદિર ખાતે તે ઉઘાડા પગે ચાલતો હોવાના ફોટા વાયરલ થયા હતા. રામ ચરણ બ્લેક કુર્તા પાયજામામાં જ એરપોર્ટ તથા મંદિર પર દેખાયો હતો. તેના પરથી મનાય છે કે તે એરપોર્ટથી સીધી સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચ્યો હતો. રામચરણ અયપ્પા દીક્ષા લીધી હોવાનું કહેવાય છે.
તેના ભાગરૂપે તેણે સિદ્ધિ વિનાયકના ઉઘાડા પગે દર્શનની માનતા લીધી હોવાનું મનાય છે. રામચરણ ભગવાન ગણેશમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. તાજેતરમાં ગણેશોત્સવ વખતે પણ હૈદરાબાદમાં તેણે પોતાના ઘરે ગણેશજીની પધરામણી કરી હતી. રામચરણ અને તેની પત્ની ઉપાસના ગયા જુનમાં જ એક પુત્રીનાં માતાપિતા બન્યાં છે. હજુ થોડા દિવસો પહેલાં જ એવા સમાચાર આવ્યા હતા કે, બોલીવૂડ અભિનેત્રી રવીના ટંડનની દીકરી રાશા એક ફિલ્મમાં રામચરણની હિરોઈન બનવાની છે. જોકે, આ અંગે હજુ કોઈ સત્તાવાર ઘોષણા થઈ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application