Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પત્રકાર છું,એમ કહી પટ્ટા-ટોપી ઉતરાવી દેવાની ધમકી આપનાર સામે કાર્યવાહી

  • October 26, 2023 

સુરત-હજીરા રોડ સ્થિત ઓએનજીસી સર્કલ નજીક રોંગ સાઇડ આવી રહેલા બાઇક ચાલક મિત્રનું ઉઘરાણું લઇ મને ઓળખો છો, હું પત્રકાર છું, તમે લોકો તોડપાણી કરો છો અને પૈસા માંગો છો એમ કહી પટ્ટા-ટોપી ઉતરાવી દેવાની ધમકી આપી ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ ઉભી કરતા જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. 


સુરત-હજીરા રોડ સ્થિત ઓએનજીસી સર્કલ પાસે ટ્રાફિક શાખાના હે. કો. જલુ રેવાભાઇ તેમના સ્ટાફ સાથે બપોરે ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાનમાં લોક રક્ષક અક્ષયરાજસિંહ વિરભદ્રસિંહ તેની શીફ્ટ પૂર્ણ કરી ઘરે જઇ રહ્યો હતો ત્યારે કવાસ પાટીયાથી મગદલ્લા તરફ રોંગ સાઇડમાં બાઇક નંબર  જીજે-૦૫-એલઝેડ-૫૯૫૩ આવી રહી હોવાથી ચાલક રૂત્વીક હરેશ પગીને અટકાવી લાયસન્સની માંગણી કરી રોંગ સાઇડ મુદ્દે ઠપકો આપી દંડ ભરવા કહ્યું હતું.


પરંતુ રૂત્વીકે ફોન કરી તેના મિત્ર નિલેશ પટેલને ફોન કર્યો હતો. જેથી નિલેશ તુરંત જ ઓએનજીસી સર્કલ ખાતે ઘસી આવ્યો હતો અને ટ્રાફિક ઓફિસમાં ઘુસી જઇ ગાળા-ગાળી કરી મને ઓળખો છો, હું નિલેશ પટેલ રહે.તા.ચોર્યાસી,સુરત અસ્મિતા ગૌરવ દૈનિકનો પત્રકાર છું, તમે લોકો તોડપાણી કરો છો અને પૈસા માંગો છો. હું તમારા બધાના પટ્ટા-ટોપી ઉતારી નાંખીશ. આ બાઇક વાળો મારો સંબંધી છે અને તમારે જવા દેવો પડશે,


તમે લોકોએ ખુબ માર માર્યો છે અને પૈસાની માંગણી કરી છે તેવા ખોટા આક્ષેપો કરી ન્યુઝ પેપરમાં છાપવાની ધમકી આપી કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો.જેથી તુરંત ઇચ્છાપોર પોલીસ ઘસી ગઇ હતી અને નિલેશ તથા ટ્રાફિક શાખાના હે.કો જલુ રેવાભાઇ સહિતના સ્ટાફને ઇચ્છાપોર પોલીસ સ્ટેશન ખાતે લઇ ગઇ હતી.જયાં પત્રકાર હોવાનો રૌફ દાખવી સરકારી ફરજમાં રૂકાવટ કરનાર નિલેશ વિરૂધ્ધ પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application