Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરનાં રૂમકીતલાવ શાળામાં થયેલ ચોરી મામલે ઝડપાયેલ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરાઈ

  • November 07, 2024 

નિઝરનાં રૂમકીતલાવ શાળામાં લેપટોપ ચોરીની ઘટનામાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા બાદ વધુ તપાસ હાથ ધરતા ચોરીમાં ૪ સગીરો પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. નિઝર તાલુકાની પી.એમ.શ્રી આદર્શ પ્રાથમિક શાળા રૂમકીતલાવમાં કોમ્પ્યુટર રૂમમાંથી લેપટોપ ચોરાયાની ફરીયાદ નિઝર પોલીસે થતા જેની તપાસ કરતી પોલીસે ખાનગી વોચ ગોઠવી ચોરીમાં સંડોવાયેલ અશ્વિનભાઇ બટેસિંગભાઇ વસાવા (ઉ.વ.૨૫., રહે.તાપીખડકલા, ડુંગર ફળીયું, નિઝર) અને મનેશભાઇ આનંદભાઇ વળવી (ઉ.વ.૨૦., રહે.તાપીખડકલા)ની અટક કરી ચોરીમાં ગયેલ એસેર કંપનીના લેપટોપ નંગ ૨ રૂપિયા ૩૫૦૦૦ તથા ૨ લેપટોપ વેચવા પેટે રોકડા ૧૦,૦૦૦/- અને ૨ નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા ૫૦,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application