રાજનૈતિક સબંધોની આડમાં શિક્ષણની હાટડીઓ ખોલીને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ખેડા કરવાનો સમગ્ર ગુજરાતમાં ગોરખ ધંધો પૂરબહારમાં ખીલ્યો છે અમાન્ય હાટડીઓ ની ઘટનાઓ સામાન્ય બનવા લાગી છે.
પરપ્રાંતીય ઉદ્યોગિક વિસ્તારો અને આદિવાસી વિસ્તારમાં તેના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર દિપક દરજી એ આવા સંચાલકોની મળેલી ફરિયાદો બાદ કાયદાનો કોરડો વિંઝતા આજરોજ પલસાણાની સાત અને માંગરોળની એક એમ કુલ મિલાવીને જિલ્લાની 8 ખાનગી પ્રાથમિક શાળાઓ સામે ધોરણસર ની કાર્યવાહી કરતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગે વધુ વિગતો મુજબ રાજકીય સબંધોની આડમાં સુરત જિલ્લામાં ખાનગી પ્રાથમિક શાળાઓના નામે હાટડીઓ ખોલી છાત્રોના અભ્યાસના નામે તગડી ફી વાલીઓ પાસેથી વસૂલવામાં આવી રહી છે બીજી તરફ કોઈ ભૌતિક સુવિધા. નિયમ વિરુદ્ધ છાત્રોની સંખ્યા સહિતની અન્ય ગેરરીતિઓ હોવા છતાં શિક્ષણ કચેરી દ્વારા ભૂતકાળમાં પગલાં લેવાને બદલે આડા કાન કરવા નો આવતા હતા જેનો ભોગ છાત્રોની સાથે વાલીઓ પણ બની રહ્યા હતા.
બીજી તરફ કોઇ કાર્યવાહી ન થતાં ભારે આશ્ચર્ય સાથે અનેક સવાલો ઉઠી રહ્યા હતા સાથે કચેરીના અધિકારીઓ પગલાં લેવાને બદલે ખાનગી શાળાઓ ની પગચંપી કરી મૂક પ્રેક્ષક બની તમાશો નિહાળી રહ્યા હતા ત્યારે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર દિપક દરજી ને જિલ્લામાં પરપ્રાંતિય ઔદ્યોગિક વિસ્તારો તેમજ આદિવાસી વિસ્તારોમાં સામાન્ય ખાનગી પ્રાથમિક શાળાઓ રાજકીય ઓથ ધરાવતા કેટલાક સંચાલકો દ્વારા ધમધમાવવામાં આવી રહી હોવાની મળેલી ફરિયાદોને આધારે શિક્ષણ વિભાગની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ ના અહેવાલને આધારે પલસાણા તાલુકાની સાત અને માંગરોળ તાલુકાની એક ખાનગી સ્કૂલના સંચાલકો દ્વારા છાત્રોને પ્રવેશ આપી ધોરણ 1 થી 8 સુધી શિક્ષણની કાર્યવાહી કાર્યરત હોવાનું ધ્યાને આવતા ચોકી ઉઠયા હતા. ઉપરોક્ત આઠ જેટલી શિક્ષણની હાટડીઓ ના સંચાલકો ની તમામ વિગતો એકત્રિત કરી સંચાલકોને નોટિસ આપી માન્યતાપ્રાપ્ત અંગેના દસ્તાવેજી પુરાવાઓ સાથે આજે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં રૂબરૂ હાજર રહેવા માટે ફરમાન કર્યું હતું જોકે ઉપરોકત એક પણ સંચાલક મંજૂરી ના દસ્તાવેજી પુરાવા રજુ ન કરી શકતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર દિપક દરજી એ ત્રીજું લોચન ખોલી તમામની સામે ધોરણ સરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં શિક્ષણાધિકારીએ ઉમેર્યું કે બાળકના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને સરકારી સ્કૂલોમાં તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે ત્યારે ઘણી ખાનગી શાળાઓ પાસે ગુણવત્તાસભર સુવિધાઓ હોતી નથી. યોગ્ય પ્રયોગશાળા. પુસ્તકાલય. મેદાન જેવી વ્યવસ્થાઓ અપૂરતી હોય છે. ચકો ના કૌશલ્ય ને સુધારવા માટે જરૂરી કાલીન થતી નથી એટલે નવી શૈક્ષણિક પદ્ધતિઓ વિશે શિક્ષકો જાણતા પણ હોતા નથી અને બાળકના સર્વાંગી વિકાસને બદલે પરીક્ષાનું પરિણામ સુધારવા પૂરતો મર્યાદિત થઈ જતો હોય છે. વાલીઓ પોતાના બાળકોને સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવી અભ્યાસ કરાવવો જોઈએ.
ખાનગી શાળાના સંચાલકો દ્વારા બાળકોની ચિંતા કર્યા વગર શાળાઓ શરૂ કરી લેવામાં આવી રહી છે. શિક્ષણ નિયામક દ્વારા મંજૂરી આપવામાં આવી ન હોવા છતાં પણ બાળકોના જીવના જોખમે શાળાઓ શરૂ કરતા હોય છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે મંજૂરી વગર સ્કૂલ ચલાવતા હોવાનું ધ્યાને આવશે તો ચમરબંધી ને પણ બક્ષવામાં નહીં આવે અને કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે માત્ર શાળાઓ શરૂ કરી દેવાની લાહ્યમાં આ પ્રકારના નિર્ણયો લઇ બાળકોની ચિંતા વધારી દેવામાં આવે છે જોકે વાલીઓની પણ જવાબદારી છે કે જ્યાં સુધી સરકાર દ્વારા મંજૂરી ન આપવા માં આવે ત્યાં સુધી બાળકોને આવી અમાન્ય શાળાઓમાં પ્રવેશ અપાવવો જોઇએ નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application