ઈલેક્ટ્રીક સ્કૂટર વેચવાના નામ પર છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે. જોકે 3 રાજ્યોમાં 1 હજારથી વધુ લોકો સાથે છેતરપિંડી મામલે પોલાસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે 20 લોકોની ધરપકડ કરી હતી. પોલીસનાં જણાવ્યા પ્રમાણે આરોપીઓમાંથી 11 બિહારનાં, 4 તેલંગાણાનાં, 3 ઝારખંડનાં અને 2 કર્ણાટકનાં છે. મળતી માહિતી અનુસાર, પીડિતોને શરૂઆતમાં રજીસ્ટ્રેશન માટે 499 રૂપિયાની ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું અને બાદમાં ટ્રાન્સપોર્ટેશન અને વાહન ઈન્સ્યોરન્સ માટે પૈસા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું.
જોકે પોલીસનાં જણાવ્યા પ્રમાણે પૈસા લીધા બાદ ઠગ પીડિતોને કહેતા હતા કે, વાહનોની ડિલિવરીમાં વિલંબ થશે અને આ રીતે તેઓ લોકોને મૂર્ખ બનાવતા હતા. આરોપીઓની ઓળખ ટીવી વેંકટાચલ, નાગેશ એસપી, સુશાંત કુમાર, રાજેશ કુમાર, અમન કુમાર, અનીશ, બિટ્ટુ, સની, નવલેશ કુમાર, આદિત્ય, વિવેક કુમાર, મુરારી કુમાર, અજય કુમાર, અવિનાશ કુમાર, પ્રિન્સ કુમાર ગુપ્તા, વદિત્ય ચિન્ના, આનંદ કુમાર, કટરાવથ શિવ કુમાર, કાતરવથ રમેશ અને જી શ્રીનુ નાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
જયારે છેતરપિંડીનો આ આખો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક વ્યક્તિએ તેની ફરિયાદ કરી અને તેણે દાવો કર્યો કે, તે પણ આ છેતરપિંડીનો ભોગ બન્યો હતો અને તેણે રૂપિયા 30,998/- ગુમાવ્યા હતા. પોલીસે એક શકમંદને બેંગલુરુમાં શોધી કાઢ્યો હતો અને તેની પૂછપરછ કરતાં સમગ્ર ગેંગનો પર્દાફાશ થયો હતો. પોલીસે જણાવ્યું કે, આરોપીઓના કબજામાંથી 7 લેપટોપ, 38 સ્માર્ટ ફોન, 25 બેઝિક ફોન, બે હાર્ડ ડિસ્ક, બે સ્માર્ટ વોચ અને 114 સિમ કાર્ડ મળી આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500