Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ હાઇવે પરથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક મહિલા સહિત 5 ઇસમો ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • December 30, 2022 

વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીનાં આધારે વલસાડ હાઇવે ઉપર 3 અલગ-અલગ વાહનોમાં દારૂનો જથ્થો લઈને સુરત તરફ જઈ રહ્યા હોવાની બાતમી રૂરલ પોલીસની ટીમને મળી હતી. જે બાતમીનાં આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે 3 અલગ અલગ ટીમો બનાવી ત્રણેય વાહનોને હાઇવે ઉપર અલગ અલગ વિસ્તારમાં અટકાવી ચેક કરતા કારમાંથી કુલ 292 બોટલ વિદેશી દારૂનાં જથ્થા સાથે મહિલા સહિત 5 ઇસમોને ઝડપી પાડયા હતા. જોકે વલસાડ રૂરલ પોલીસે 98 હજારની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમ તા.31 ડિસેમ્બરને લઈને પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.




જે દરમિયાન અલગ અલગ ટીમોને અલગ અલગ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ હાઇવે ઉપર અલગ અલગ સ્થળો ઉપર રૂરલ પોલીસની ટીમે બાતમી વાળી કારની વોચ ગોઠવી જતી. જે દરમિયાન બાતમીવાળી 3 અલગ અલગ કારને અટકાવી કારમાં ચેક કરતા કારમાંથી કુલ 292 બોટલ વિદેશી દારૂનો જથ્થા સાથે એક મહિલા સહિત કુલ 5 ઇસમોને રૂરલ પોલીસે ઝડપી પાડયા હતાં. વલસાડ રૂરલ પોલીસે 3 કારમાં 292 બોટલ દારૂનો જથ્થો અને 3 કાર મળી અંદાજે 9 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application