મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ખુરદી ગામનાં બારી ફળિયામાંથી ખાલી પાણીની કુંડીમાંથી ભારતીય બનાવટનાં દેશી દારૂનાં જથ્થા સાથે બે’ને ઝડપી પાડ્યા હતા, જ્યારે આ કામે પોલીસ ચોપડે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં ખુરદી ગામનાં બારી ફળિયામાં રહેતા કાશીનાથભાઈ જયંતીલાલ ગામીતનાં ઘરમાં તથા ઘરની આજુબાજુમાં પ્રોહી.ગુન્હા અંગે વ્યારા પોલીસે તપાસ કરતા તેના ઘરની સામે આવેલ આવેલ ખાલી પાણીની કુંડીમાંથી ભારતીય બનાવટનાં દેશી દારૂના કુલ નવ ખાખી પૂંઠાનાં બોક્ષ મળી જેમાં ૧૮૦ મીલી વાળી કંપની શીલબંધ કુલ ૪૩૨ નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૨૧,૬૦૦/- હતી. જયારે વધુ પૂછપરચમાં જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો ગામમાં રહેતા વિપુલ શાંતુભાઈ ગામીત નાંએ તારીખ ૩૦/૧૧/૨૦૨૪નાં રોજ રાત્રિના સમયે ઘરની આવેલ પાણીની ખાલી કુંડીમાં મુક્યો હતો.
તેમજ આ દારૂનો જથ્થો કોની પાસેથી લાવેલ છે તે પૂછતા જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો સુંદર ગાવીત જેના પુરા નામ ઠામની ખબર નથી તેનું સામે આવ્યું હતું. આમ, પોલીસે દારૂનો જથ્થો અને એક નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૩૧,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે આ કામે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500