વલસાડના વાપી GIDCના J-ટાઈપ રોડ ઉપર આવેલ મોદીસન કંપનીના ડ્રો ડિપાર્ટમેન્ટના લો વોલ્ટેજ પ્લાન્ટમાં રેક ઉપર મુકેલા 10.500 કિલો ચાંદીના તારનું બંડલ મૂક્યું હતું. જે બંડલ કન્સ્ટ્રક્શનનું કામ કરતા શ્રમિઓએ ચોરી લીધું હતું. બીજા દિવસે કંપનીમાં ચેક કરતા દરેક ઉપર મુકેલો ચાંદીના તારનું બંડલ મળી આવ્યું ન હતું. જેથી CCTV ફૂટેજ ચેક કરતા કોન્સ્ટ્રક્શનનું કામ કરતા શ્રમિકોએ ચાંદીના તારની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી કંપનીના જનરલ મેનેજર વાપી GIDC પોલીસ મથકે સગીર સહિત 3 મજૂરો સામે ચાંદીના તારની ચોરી કરી હોવાની FIR નોંધાવી હતી. પોલીસ CCTV ફૂટેજના આધારે સગીર સહિત 3 શ્રમિકોની અટકાયત કરી આગળની તપાસ કરી છે.
બનાવની વિગત એવી છે કે, વાપી GIDCના J-ટાઈપ રોડ ઉપર આવેલી મોદીસન કંપનીના ડ્રો ડિપાર્ટમેન્ટના લો વોલ્ટેજ પ્લાન્ટમાં કન્સ્ટ્રક્શનનું કામ કરવા માટે શશીજીત ઇન્ફા પેકેજીંગ લિમિટેડ કંપનીને બાંધકામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેને પેટા કોન્ટ્રાક્ટર તરીકે રાજેશ ભૂરાસિંગ મોઢને કોન્ટ્રાક આપ્યો હતો. મોદીસન કંપનીની ડ્રો ડિપાર્ટમેન્ટના લો વોલ્ટેજ પ્લાન્ટમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. જે દરમિયાન મોદીસન કંપનીના કામદારોએ કંપનીની કામગીરી પૂર્ણ થયા બાદ બચેલા ચાંદીના તારનો જથ્થો લો વોલ્ટેજ પ્લાન્ટના સ્ટોરેજ રેકો ઉપર મુક્યો હતો. જોકે અંદાજે 10 કિલો 500 ગ્રામ ચાંદીના તારનો જથ્થો મુક્યો હતો.
કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર કામ કરી રહેલા શ્રમિકોએ કન્સ્ટ્રક્શન સાઈડમાં ઉપયોગમાં આવતી ટ્રોલીમાં 10.500 ચાંદીના તારનો જથ્થો નજર ચૂકવી લઈ લીધો હતો. બીજા દિવસે કંપનીના કામદારોએ સ્ટોરેજ રેકમાં મુકેલો ચાંદીનો જથ્થો લેવા જતા ચાંદીના તારનો જથ્થો મળી આવ્યો ન હતો. જેની જાણ કંપનીના જનરલ મેનેજરને ઘટનાની જાણ કરી હતી. કંપનીના જનરલ મેનેજર યોગેશ બ્રીજલાલ વાઘેલાએ CCTV ચેક કરતા 3 કામદારોએ ચાંદીના તાર નો જથ્થો ચોર્યા હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે વાપી GIDC પોલીસ મથકે યોગેશભાઈ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી. વાપી GIDC પોલીસે CCTV ફૂટેજના આધારે સગીર સહિત ત્રણ મજૂરોને અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500