ઉત્તરપ્રદેશમાં પણ ગેરકાયદે ચાલતા મદરેસા સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમેઠીમાં ચાર વર્ષથી સુલ્તાનપુર-રાયબરેલી હાઇવે પર આવેલા એક ગામમાં ગૌચરની જમીન પર બનાવવામાં આવેલા એક ગેરકાયદે મદરેસાને તોડી પાડવામાં આવ્યું હતું. જેમાં ચાર રૂમ વાળા આ મદરેસાને તોડી પાડવા માટે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને પોલીસની પણ મદદ લીધી હતી.
જોકે બે વર્ષ પહેલા આ ઇમારતમાં મદરેસાની કામગીરી કરવામાં આવી રહી હતી પણ બાદમાં તેને બંધ કરી દેવામાં આવી હતી. જોકે પ્રશાસનનો દાવો છે કે, મદરેસાના બહાને પુરી સરકારી જમીન પર કબજો કરવાનો પ્રયાસ થયો હતો. જે જમીન પર આ ગેરકાયદે મદરેસા બનાવવામાં આવ્યું હતું.
જયારે તે હાઇવે નજીક હોવાથી તેની કિંમત પણ કરોડોમાં હોવાનું પ્રશાસને જણાવ્યું હતું અને તેથી જ તેના પર કબજો કરવામાં આવ્યો હોવાનો દાવો પણ કર્યો હતો. હાલ ઉત્તર પ્રદેશમાં ખાનગી મદરેસાનો સરવે શરૂ કરાયો છે. જોકે આ દરમિયાન કોઇ મદરેસા પર બુલડોઝર નહીં ફેરવવામાં આવે તેવી ખાતરી પણ સરકારે આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500