Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ શાકભાજીના વિક્રેતા સામે કાર્યવાહી

  • June 04, 2021 

સોનગઢના ઉકાઈમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ બે કસુરવારો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

 

કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના અનુસંધાને ગુરુવારે બપોરે ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ઝડપાયેલા કસુરવારો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

2 કસુરવારો સામે કરાઈ કાર્યવાહી 

(1) ઉકાઈના જીઇબી ગેટ પાસે રોડની બાજુમાં શાકભાજીની દુકાન પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ગ્રાહકો વચ્ચે કોઇપણ પ્રકારનું સોશિયલ ડીસ્ટન્સ સુધ્ધા ન હતું. આ બનાવમાં રામાભાઈ ભીખાભાઈ તંબોલી રહે, ઉકાઈ વર્કશોપ બજાર-સોનગઢ નાઓની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(2) ઉકાઈના જીઇબી ગેટ પાસે રોડની બાજુમાં શાકભાજીની દુકાન પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ગ્રાહકો વચ્ચે કોઇપણ પ્રકારનું સોશિયલ ડીસ્ટન્સ સુધ્ધા ન હતું. આ બનાવમાં કલ્પનાબેન અશોકભાઈ મહિરે રહે, ઉકાઈ વર્કશોપ બજાર-સોનગઢ નાઓની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application