પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISI અને આતંકવાદીઓ માટે કામ કરનારા વિરુદ્ધ જમ્મુ-કાશ્મીરમાં મોટી કાર્યવાહી કરવામાં આવ છે. જમ્મુ-કાશ્મીરનાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આ મામલે ત્રણ અધિકરીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા તેમને સસ્પેન્ડ કરી દીધા છે. તેમાં કાશ્મીર યુનિવર્સિટીનાં પબ્લિક રિલેશન ઓફિસર ફહીમ અસલમ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઓફિસર મુરવત હુસૈન મીર અને પોલીસ કોન્સ્ટેબલ અરશદ અહેમદ થોકરના નામ સામેલ છે. હવે તેમની સામે UAPA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમના પર આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરવાનો અને આતંકવાદી ગતિવિધિઓ માટે ભંડોળ એકત્ર કરવાનો આરોપ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application