Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તગડું વ્યાજ વસુલતા ફાઈનાન્સરો વિરુદ્ધ કાર્યવાહી, વ્યાજદરથી વધુ વ્યાજ વસુલતા ફાઈનાન્સરની ધરપકડ કરાઈ

  • December 11, 2022 

સુરતના વિવિધ વિસ્તારોમાં જરુરીયાતમંદોની મજબુરીનો ફાયદો ઉઠાવી તેમની પાસેથી તગડું વ્યાજ વસુલતા ફાઈનાન્સરો વિરુદ્ધ સુરત પોલીસે ઝુંબેશ શરૂ કરી છે.તે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચે નિયત કરેલા વ્યાજદર કરતા વધુ વ્યાજ વસુલતા અને જો વ્યાજે પૈસા લેનાર પૈસા આપવામાં ચૂક કરે કે પરત નહીં કરે તો અગાઉથી લીધેલા ડબલ રકમના ચેકો અને કોરી પ્રોમેસરી નોટમાં લીધેલી રકમ કરતા વધુ રકમ લખી કાયદેસર કાર્યવાહી કરતા કતારગામ દરવાજાના ફાઈનાન્સરને ત્યાં તપાસ કરી તેની ધરપકડ કરી રોકડા રૂ.2.33 લાખ, 24 કોરા ચેક, 36 પ્રોમેસરી નોટ, ત્રણ ડાયરી અને રજીસ્ટર કબજે કર્યા છે.



સુરતના વિવિધ વિસ્તારોમાં જરુરીયાતમંદોની મજબુરીનો ફાયદો ઉઠાવી તેમની પાસેથી તગડું વ્યાજ વસુલતા ફાઈનાન્સરો સામે કાર્યવાહી કરતા ભોગ બનેલા લોકો આગળ આવતા નથી.આથી આવા ફાઈનાન્સરો વિરુદ્ધ સુરત પોલીસે એક ઝુંબેશ હાથ ધરી છે.તે અંતર્ગત સુરત ક્રાઈમ બ્રાન્ચે ગતરોજ કતારગામ દરવાજા મહાવીર કોમ્પલેક્ષ દુકાન નં.10 માં ફાયનાન્સની ઓફીસ ધરાવતા દિલીપ બોદરાને ત્યાં તપાસ હાથ ધરી હતી.




નાણાં ધીરનારનું લાયસન્સ મેળવ્યું હોવા છતાં દિલીપ બોદરા જરુરીયાતમંદોની મજબુરીનો ફાયદો ઉઠાવી તેમની પાસેથી નિયત કરેલા વ્યાજદર કરતા વધુ વ્યાજ વસૂલતો હોવાનું તેની ઓફિસમાંથી મળેલા દસ્તાવેજોની તપાસમાં જાણવા મળ્યું હતું.



પાંચ વર્ષથી ધંધો કરતા ફાઈનાન્સર દિલીપ બાબુભાઇ બોદરા ( ઉ.વ.43, રહે.બી/302, રાધિકા રેસીડન્સી, વરીયાવ, તાડવાડી, સુરત. મુળ રહે.શેરી નં.2, સ્વામીના નાગજીપરા, તા.ગઢડા, જી.બોટાદ ) જરૂરીયાતમંદને વ્યાજે પૈસા આપે તે પહેલા લીધેલી રકમની ડબલ રકમના ચેક સાથે કોરા ચેકો મેળવી લેતો.ઉપરાંત તે કોરી પ્રોમેસરી નોટ ઉપર જરૂરીયાતમંદની સહી અને અંગુઠાનુ નિશાન મેળવી તે વ્યક્તિથી જો પૈસા આપવામાં ચુક થાય કે વિલંબ કરે તો કોર્ટમાં ખોટા કેસો કરી પરેશાન કરતો હતો.




ક્રાઈમ બ્રાન્ચે તેની ઓફિસમાંથી જરૂરીયાતમંદ પાસેથી વ્યાજે લીધેલ રકમ કરતા ડબલ રકમના લખાવી લીધેલ કુલ રૂ.4.80 લાખના ચેકો, 24 કોરા ચેકો, 36 કોરી પ્રોમેસરી નોટ, ત્રણ ડાયરી અને એક રજીસ્ટર તેમજ ખોટી રીતે ઉઘરાવેલા વ્યાજના રોકડા રૂ.2,33,140 કબજે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.આગામી દિવસોમાં પણ સુરત પોલીસ આ કામગીરી ચાલુ રાખશે.વધુ તપાસ પીએસઆઈ એન.આર.પાટીલ કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News