વ્યારા નગરનાં મેઈન બજાર ખાતે કંચન કૃપા બિલ્ડીંગ સામે આવેલ શારદા નોવેલ્ટી નામની દુકાનના પહેલા માળે મકાનમાં રહેતા વેપારી રાજેશભાઈ અનિલભાઈ કાયસ્થ દિવાળી દરમિયાન સ્ફોટક ફટાકડાનો વેપાર કરવા રૂપિયા ૭૫ હજારથી વધુના ફટાકડા વેચાણ માટે લાવીને પોતાના રહેણાક મકાનમાં મૂક્યા હતા. જોકે ફટાકડાના ધંધા માટે જરૂરી લાયસન્સ પરવાનો પણ વેપારી પાસે ન હતો તથા પોતાની પાસે રાખેલા ફટાકડાના કારણે આસપાસના રહીશોની જાન જોખમમાં મુકાય એવી સ્થિતિ હોય હોય જે બાબતે તાપી એલ.સી.બી.નાં જમાદાર ગણપતસિંહ અને હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ મળેલ બાતમીના આધારે સ્થળ પર જઈ રેડ કરતા જયા સ્થળ ઉપરથી ફટાકડાનો જથ્થો કબ્જે લીધો હતો અને વેપારી રાજેશ કાયસ્થ વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પોલીસે વિસ્ફોટક અધિનિયમ હેઠળ વેપારી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application