Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એસીપીના વિધાન-પરિષદના સભ્ય એકનાથ ખડસે અને ભાજપ સાંસદ પુત્રવધૂ રક્ષા ખડસેને ૧૩૭ કરોડ રૃપિયાનો દંડ

  • October 20, 2023 

મહારાષ્ટ્રના જળગાંવમાં પરવાનગી વિના જમીનનું ખોદકામ કરવા બદલ એસીપીના વિધાન-પરિષદના સભ્ય એકનાથ ખડસે અને ભાજપ સાંસદ પુત્રવધૂ રક્ષા ખડસેને ૧૩૭ કરોડ રૃપિયાનો દંડ ચૂકવવાનો જિલ્લા પ્રશાસને નિર્દેશ કર્યો છે.


જલગાંવ જિલ્લાના મુક્તાઇનગર તાલુકામાં ભૂતપૂર્વ પ્રધાન એકનાથ ખડસેની માલિકીની જમીન છે. આ જમીનમાંથી કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર ૧.૧૮ લાખ બ્રાસ કપચી-કાંકરા અને કાળમીંઢ પથ્થરો ખોદી કાઢવા બદલ મુક્તાઇનગરના તહેસીલદારે ગઈ છઠ્ઠી ઓક્ટોબરે ખડસેને નોટિસ આપી પખવાડિયામાં ૧૩૭ કરોડ રૃપિયા દંડ ચૂકવવાની તાકીદ કરી હતી.


જે જમીનમાં ખોદકામ કરવામાં આવ્યું છે એ એકનાથ ખડસે, પત્ની મંદાકિીની, પુત્રી રોહિણી અને પુત્રવધૂ રક્ષા ખડસેની માલિકીની છે.થોડા વખત પહેલાં જ એકનાથ ખડસેની ગણના મહારાષ્ટ્ર ભાજપના વજનદાર નેતામાં તતી હતી. ચાર દાયકા સુધી તેઓ ભારતીય જનતા પક્ષમાં રહ્યા હતા. પરંતુ ૨૦૨૦માં ભાજપ સાથે છેડો ફાડીને શરદ પવારની એનસીપીમાં જોડાયા હતા. પરંતુ તેમની પુત્રવધૂ રક્ષા ખડસે ભાજપ સાંસદ તરીકે રાવેર લોકસભા સીટ પરથી ચૂંટાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application