ડોલવણ તાલુકાનાં પંચોલ ગામે ઢોંગીઆંબા ફળિયામાં રહેતા શિવાજીભાઈ છગનભાઇ ગામીત (ઉ.વ.52)ને ફળિયામાં આવેલી પોતાની દુકાનમાં નજીકમાં આવેલા હળવા દબાણની વીજ લાઈન પર 90 મીટર જેટલો પીળા રંગનો સર્વીસ વાયર વીજ કંપનીની પરવાનગી વગર નાખી વીજ ચોરી કરતા તારીખ 8મી ફેબ્રુઆરી 2019ના રોજ વીજ કંપનીની રેડ દરમિયાન પકડાઈ ગયા હતા. ત્યારબાદ તેઓને વીજ કંપનીને રૂપિયા 28,151.61/-નું વીજ ચોરીનું પુરવણી બિલ મોકલ્યું હતું. જે પણ શિવજીભાઈએ ભર્યું ન હતું જેથી ચેકીંગ અધિકારીએ ભરૂચ વીજ કંપનીના પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જે ગુનાની સુનાવણી વ્યારા ખાતે એડિશનલ સેશન્સ કોર્ટમાં થતા ફરિયાદી તરફે સરકારી વકીલ સમીર પંચોલીની દલીલ ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી શિવાજીભાઇ છગનભાઈ ગામીતને 2 વર્ષની સખત કેદની સજા તથા વીજ બિલની રકમના ત્રણ ગણા રૂપિયા 84,455/- દંડ પેટે ભરવાનો હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application