Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેનેડાના ઈતિહાસની સૌથી મોટી લૂંટનો આરોપીને ચંડીગઢ વિસ્તારમાંથી મળી આવ્યો

  • February 16, 2025 

કેનેડાના ઈતિહાસની સૌથી મોટી લૂંટનો આરોપી ભારતમાં હોવાની માહિતી સામે આવી છે. ૩૨ વર્ષીય સિમરન પ્રીત પનેસરનું નામ કેનેડાના વોન્ટેડની લિસ્ટમાં સામેલ છે. એર કેનેડામાં મેનેજર રહેલા પનેસર પર રૂ.૧૭૫ કરોડથી વધુના સોનાની લૂંટનો આરોપ છે. મળતી માહિતી અનુસાર, તે ચંડીગઢના બહારના વિસ્તારમાં પોતાના પરિવાર સાથે સામાન્ય જીવન જીવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, સિમરન પ્રીત પનેસર તેની પત્ની પ્રીતિ પનેસર સાથે ચંડીગઢ નજીક ભાડાના મકાનમાં રહે છે.


તેની પત્ની પ્રીતિ પનેસર મિસ ઈન્ડિયા યુગાંડા રહી ચૂકી છે. પ્રીતિ આ લૂંટની ઘટનામાં સામેલ નહતી. સિમરન પ્રીત પનેસરે તેની લીગલ ટીમ કેનેડામાં તેનો કેસ લડી રહી હોવાનું કારણ આપીને 'ઓન રેકોર્ડ' વાત કરવાનો ઈનકાર કર્યો હતો. તેના પડોશીઓના જણાવ્યા અનુસાર, પનેસર કેનેડામાં પૈસાના વિવાદમાં ફસાયેલો છે. પરંતુ, તેનો થોડા સમય પહેલા તેનો નિવેડો આવી ગયો હતો. એપ્રિલ, ૨૦૨૩માં કેનેડાના પિયર્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચથી આવેલી ફ્લાઈટે લેન્ડ કર્યું હતું. આ ફ્લાઈટમાં ૪૦૦ કિલો શુદ્ધ સોનાની ૬,૬૦૦ ઈંટો અને લગભગ રૂ. ૨૨ કરોડની ફોરેન કરન્સી હતી.


તેને એરપોર્ટના કાર્ગો કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યું હતું. ફ્લાઈટ લેન્ડ કર્યાના થોડા સમયમાં જ ગોલ્ડ અને ફોરેન કરન્સી ગાયબ થઈ ગઈ હતી.લૂંટના સમયે પનેસર ઓંટોરિયોના બ્રેમ્પટનમાં રહેતો હતો અને એર કેનેડામાં કામ કરતો હતો. પનેસર જ પોલીસને તે કાર્ગો સુધી લઈ ગયો હતો જેની લૂંટ થઈ હતી. જ્યારે થોડા સમયની અંદર જ પનેસર કેનેડા છોડીને જતો રહેતા પોલીસને તેના પર શંકા થઈ હતી. જૂન ૨૦૨૪માં તેના વકીલોએ કેનેડાની કોર્ટને જણાવ્યું હતું કે, પનેસર ટૂંક સમયમાં જ આત્મસમર્પણ કરવાનો છે. પરંતુ, તેવું થયું નહતું. આ કેસમાં પનેસર સહિત કુલ નવ આરોપીઓ સામેલ હતા. પરમપાલ સિદ્ધુ નામના અન્ય એક કર્મચારી પર પણ આરોપ લાગ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application