Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાંદેરના યુવકને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી આપઘાત કરવા મજબૂર કરનાર આરોપી હરિયાણાથી ઝડપાયો

  • November 20, 2021 

ઇન્સ્ટાગ્રામ ઉપર મહિલાના નામે ફેક ઍકાઉન્ટ બનાવી રાંદેરમાં રહેતા એક યુવકને વિડીયો કોલિંગ કરી તેની સાથે મહિલાના નામે વાતચીત કરવામાં આવી હતી અને તેનો બીભત્સ વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી બળજબરી રૂપિયા પડાવી લેવાયા હતા સાથે જ વધુ રૂપિયાની માંગ કરી તેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યું હતું જેને કારણે કંટાળીને યુવકે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ­કારણમાં સુરત સાયબર ક્રાઇમ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી યુવકને આપઘાત કરવા મજબુર કરનાર આરોપીની હરિયાણાથી ધરપકડ કરવામાં આવી છે.


સાયબર ક્રાઇમ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હરિયાણાના ફરીદાબાદ ખાતેથી ૨૧ વર્ષીય આરોપી સાદાબ ખાન સાહબ જાનને શોધી કાઢી તેની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપી બીટેકને વિદ્યાર્થી છે. સરળ રીતે પૈસા કમાવવાના હેતુથી તે આવું કરતો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી ઇન્સ્ટાગ્રામ ઉપર મહિલાના નામનું ફેક ઍકાઉન્ટ બનાવી ત્યાર બાદ અલગ અલગ લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી તેઓ સાથે બીભત્સ વાતચીત કરી વિડીયો કોલ કરી બીભત્સ અંગો બતાવવા ઉત્તેજિત કરી તે વિડીયો કોલિંગનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેતો હતો અને પછી વિડીયો વોટ્સઍપ ઉપર મોકલી ત્યાર બાદ વિડીયો વાયરલ કરવાની ધમકી બળજબરી રૂપિયા કઢાવી લેવાની એમઓ ધરાવે છે. આરોપી છેલ્લા એક વર્ષથી આવા કૃત્ય કરી લોકોને ફસાવી રહ્યો હતો. તેની સાથે અન્ય કેટલા લોકો આ રીતે શામેલ છે,કેટલાક લોકોને આ રીતે પોતાના જાળમાં ફસાવ્યા છે. વિગેરે દિશામાં તેની પુછપરછ શરૂ કરાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application