Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં ખુશાલપુરા ગામની સીમમાંથી ચોરી કરેલ લોખંડની પ્લેટનાં જથ્થા સાથે આરોપી ઝડપાયો

  • December 04, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં વ્યારા પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાંથી ચોરાયેલા કન્ટ્રકશન કામમાં વપરાતી લોખંડની પ્લેટનો જથ્થો જેની કિંમત રૂપિયા ૯૩,૬૦૦/- સાથે આરોપીને ખુશાલપુરા ગામની સીમમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૩/૧૨/૨૦૨૪નાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.


તે દરમ્યાન હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો. રોનક સ્ટીવનસન નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, ખુશાલપુરા ગામની સીમમાં સુગર ફેક્ટરીની પશ્ચિમ દિશા તરફની કમ્પાઉન્ડ દિવાલને અડીને આવેલ જંગલી બાવળની ઝાડીઝાંખરીમાં એક સરદારજી જેવો ઇસમ કે જેણે શરીરે રાતા, ગ્રે કલરની મોટી ચેક્સવાળો, ફુલબાયનો શર્ટ તથા આછા ભુરા કલરની જીન્સ પેન્ટ પહેરેલ છે તે કન્ટ્રક્શન કામમાં વપરાતી લોખંડની પ્લેટોનાં મોટા જથ્થા સાથે શંકાસ્પદ હાલતમાં ઉભો છે અને લોખંડની પ્લેટો સગેવગે કરવાની ફીરાકમાં છે.


જે મળેલ બાતમીનાં આધારે હકીકતવાળી જગ્યાએ આવતા ત્યાં આગળ જંગલી બાવળની ઝાડીઝાંખરીમાં વર્ણનવાળો ઇસમ કન્ટ્રક્શન કામમાં વપરાતી લોખંડની પ્લેટોના મોટા જથ્થા સાથે હાજર હોય જેથી તેનું નામ પુછતા તેને પોતાનું નામ શંકરસિંગ ભારતસિંગ સીકલકર, (ઉ.વ.૨૦., રહે.વિશ્વાસ રેસીડન્સી, કુવરદા ગામ, તા.માંગરોળ, જિ.સુરત)નાને પકડી પાડી તેની પાસેની કન્ટ્રક્શન કામમાં વપરાતી લોખંડની પ્લેટોનાં જથ્થા બાબતે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ જથ્થો ગત તારીખ ૨૭/૧૧/૨૦૨૪નાં રોજ મધ્યરાત્રી દરમ્યાન પોતે તથા પોતાના મામાના દિકરો હરદિપસીંગ અમરસીંગ સીકલકર (રહે.વિશ્વાસ રેસીડન્સી, કુવરદા ગામ, તા. માંગરોળ, જિ.સુરત) અને તેનો મિત્ર તુષાર હસમુખભાઇ ચારણીયા (હાલ રહે. વિશ્વાસ રેસીડન્સી, કુવરદા ગામ, તા.માંગરોળ, જી.સુરત., મુળ રહે.ગોતાલાવાડી ટેનામેન્ટ, કતારગામ, સુરત) નાઓ સાથે હરદિપસીંગ અમરસીંગ સીકલકરનાં મહિન્દ્રા બોલેરો પીકઅપ ટેમ્પો નંબર GJ/19/Y/2683માં વ્યારા ખાતે આવેલ અને ખુશાલપુરા ગામની સીમમાં એક સોસાયટીમાં એક ઘરની પાછળ ખુલ્લામાં કન્ટ્રક્શન કામમાં વપરાતી લોખંડની પ્લેટોનો જથ્થો પડી રહેલ હોય તે લોખંડની પ્લેટો ત્યાંથી સાથે લાવેલ મહિન્દ્રા બોલેરો પીકઅપ ટેમ્પો નંબર GJ/19/Y/2683માં ભરી લઇ ચોરી કરી ત્યાંથી નીકળી ગયા હતા.


તેમજ આ મુદ્દામાલ હોવાનું જણાવેલ હતું. આમ, પોલીસે પકડાયેલ આરોપીનાં કબ્જામાંથી નાની-મોટી લોખંડની લંબચોરસ પ્લેટ કુલ નંગ ૧૪૪ જેની કિંમત રૂપિયા ૯૩,૬૦૦/- તથા રીયલમી કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન આશરે જેની કિંમત રૂપિયા મળી કુલ રૂપિયા ૯૮,૬૦૦/-નો મુદ્દામાલ રીકવર કરી બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કર્યા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application