અંકલેશ્વરના ઓ.એન.જી.સી.ઓફીસ પાસેથી ઝડપાયેલ મોબાઈલ સ્નેચિંગના આરોપીની તપાસ દરમિયાન ૧૩ મોબાઈલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.ઓ.એન.જી.સી.ઓફીસ પાસે પાછળથી બાઈક નંબર-જી.જે.ડી.ઈ.૨૯૭૦ ઉપર આવેલ બે ગઠીયા પૈકી પાછળ બેઠેલા ઇસમે રાહદારીના હાથમાં રહેલ ફોનની ચીલ ઝડપ કરવા જતા મોબાઈલ ધારકે ફોન નહિ છોડતા બાઈક પર આવેલ ગઠીયા માર્ગ ઉપર પટકાયા હતા.
ગત તારીખ-૪થી નવેમ્બરે અંકલેશ્વરની શાકમાર્કેટમાથી મહાવીર ટર્નિંગ જતા રોડ ઉપર બે યુવાનો ચાલતા-ચાલતા જતા હતા તે દરમિયાન ઓ.એન.જી.સી.ઓફીસ પાસે પાછળથી બાઈક નંબર-જી.જે.ડી.ઈ.૨૯૭૦ ઉપર આવેલ બે ગઠીયા પૈકી પાછળ બેઠેલા ઇસમે રાહદારીના હાથમાં રહેલ ફોનની ચીલ ઝડપ કરવા જતા મોબાઈલ ધારકે ફોન નહિ છોડતા બાઈક પર આવેલ ગઠીયા માર્ગ ઉપર પટકાયા હતા જેમાંથી એક ગઠીયાને વાટે માર્ગુઓએ પકડી પાડી અંકલેશ્વર એ ડીવીઝન પોલીસને હવાલે કર્યા હતા.પોલીસે ઝઘડિયા તાલુકાના માલપોર ગામના માનસિંગ ફળિયામાં રહેતો અનીલ હસમુખ વસાવાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરતા તેણે ૧૩ મોબાઈલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો કબુલ કર્યું હતું પોલીસે તેની પાસેથી ૧.૦૬ લાખથી વધુનો મુદ્દામાલ રીકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application